Vadodara,તા.11
વડોદરા તાલુકાના વરણામા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા પાડોશીઓ વચ્ચે જૂની અદાવતે નવમી તારીખે બાખડયા હતા. ગતરોજ એક પક્ષે ફરિયાદ નોંધાવી હતી. બાદ ત્રણ મહિલા સહિત ચારને ઇજા પહોંચી હોવાથી વળતી ફરિયાદ ચાર સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના વરણામા ગામે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા પ્રિન્સ કમલેશ જાદવ અભ્યાસ કરતા હોવાથી તરસાલી મહાબલ રેસીડેન્સીમાં રહે છે. ગત રવિવારે તેઓ પોતાના ઘરે ગયા હતા. તેમને અગાઉ પાડોશમાં રહેતા કલ્પેશ ચૌહાણના દીકરા ધ્રુવ સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી ઝઘડો થયો હતો. જેમાં એમણે ફરિયાદ નોંધાવી હતી બાદ સામે ફરિયાદ રેખાબેન પ્રકાશભાઈ ચૌહાણે પ્રિન્સ ઉપરાંત તેના પિતા કમલેશ જગદીશ સોલંકી કાકા હાર્દિક જગદીશ સોલંકી અને ચિરાગ મોહન સોલંકી સામે અગાઉના ઝઘડાને કારણે પટ્ટો અને લાકડાના પાયા વડે હુમલો કરી રેખાબેન પ્રકાશભાઈ સોલંકી, આશિષ પ્રકાશ સોલંકી, સાસુ લલીતાબેન અને દિયરની દીકરી દિવ્યા ઉર્ફે વિદ્યા મળી ચારને ઇજા પહોંચાડી હોવાથી ફરિયાદ નોંધાઈ છે.