Mumbai,તા.11
દેશમાં વિમાની સેવા અને એરપોર્ટ પર બોમ્બની સતત મળી રહેલી ધમકીઓ આજે મુંબઈથી ન્યુયોર્ક જતી ફલાઈટ ટોઈલેટમાં બોમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળતા જ જબરી અફડાતફડી મચી ગઈ હતી અને વિમાન મુંબઈ વિમાની મથકે પરત ફર્યુ હતું.
તમામ મુસાફરોને વિમાનમાં ઉતારીને પછી તલાશી લેવામાં આવી રહી છે. 322 મુસાફરો અને ક્રુમેમ્બર સાથેની ફલાઈટ એઆઈ 119માં ટોઈલેટમાં એક નાની ચીઠ્ઠી મળી હતી જેમાં બોઈંગ 771-300માં બોમ્બ ગોઠવાયો હોવાની ધમકી અપાઈ હતી.
વિમાન આ સમયે તેની ન્યુયોર્કનો પ્રવાસ શરૂ કર્યો હતો અને એર ઈન્ડીયાની યાદીમાં જણાવ્યા મુજબ સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફલાઈટને તુર્તજ મુંબઈ અરપોર્ટ પર પરત બોલાવાઈ હતી અને મુસાફરોને સલામત કરાયા હતા.
ફલાઈટ ભારતીય હવાઈ સીમા છોડીને ઐજરબૈજાન હવાઈ સીમામાં ઉડી રહી હતી તે સમયે આ ચીઠ્ઠી હાથમાં આવતા જ ફલાઈટને મુંબઈ પરત બોલાવી લેવાઈ હતી. વિમાનને હાલ મુંબઈ એરપોર્ટ પર પાર્ક કરાયુ છે. એક વખત સબ સલામતના સંદેશ મળે પછી તે ફરી પોતાની ન્યુયોર્કની સફળ શરૂ કરશે.