એક સૂત્રના જણાવ્યા અનુસાર, “હાલ તે બસ ‘ટોક્સિક’નું શૂટ પૂરું કરવાની તૈયારી કરી રહી છે, પછી તે ‘વૉર ૨’નું કામ કરશે
Mumbai, તા.૮
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગયા અઠવાડિયે તેમની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. તેમણે નાનાં બાળકનાં પગનાં બે મોજાંનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘અમારા જીવનની સૌથી ઉત્તમ ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે.’ તેમની આ પોસ્ટને ઇન્ડસ્ટ્રીના લોકો અને તેમના ફૅન્સ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ હવે કિઆરાએ ફરહાન અખ્તરની ‘ડોન ૩’ ફિલ્મ છોડી દિધી છે. કિઆરાએ ફિલ્મના બદલે માતૃત્વને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે આ ફિલ્મના લીડ કલાકારો અંગે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કિઆરાએ ફિલ્મની ટીમ સાથે સમજૂતી કરીને છેડો ફાડ્યો છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના આધારે તે તેનાં જીવનનાં આ સુંદર તબક્કાને માણવા માટે કામમાંથી બ્રેક લેવા માગે છે.એક સૂત્રના જણાવ્યા અનુસાર, “હાલ તે બસ ‘ટોક્સિક’નું શૂટ પૂરું કરવાની તૈયારી કરી રહી છે, પછી તે ‘વૉર ૨’નું કામ કરશે. તેના પછી એ બ્રેક લેશે અને પરિવાર સાથે તેમજ બાળક સાથે સમય વિતાવશે. ‘ડોન ૩’ની ટીને કિઆરાના નિર્ણયનું માન રાખ્યું, હવે તેઓ નવી હિરોઇન શોધશે.”ફરહાનની ઈચ્છા અગાઉ શાહરૂખ ખાનને લીડ રોલમાં લેવાની હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ફરહાન અખ્તરે એવું પણ કહ્યું હતું કે તે આ વર્ષે જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને રણવીર લીડ રોલમાં તેમજ વિક્રાંત મેસ્સી વિલન તરીકે જોવા મળશે.કિઆરા હવે બ્રેક પછી સીધું મેડોક ફિલ્મ્સનું કામ શરૂ કરશે, દિનેશ વિજાનની ‘શક્તિ શાલિની’માં કામ કરશે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મ છે. આ ઉપરાંત તે ‘ધૂમ ૪’માં પણ કામ કરી રહી છે, જેનું કામ ૨૦૨૬માં શરૂ થવાનું છે. ક્રિતિ કે ‘ડોન ૩’ની ટીમ તરફથી આ અંગે કોઈ કન્ફર્મેશન કે પછી અનાઇન્સમેન્ટ થઈ નથી. પરંતુ એવી ચર્ચા છે કે આ ફિલ્મમાં કિઆરાને ક્રિતિ સેનન રિપ્લેસ કરશે. કિઆરા નહીં પણ હવે ક્રિતિ બનશે ડોનની જંગલી બિલ્લી. એવું મનવામાં આવે છે કે ક્રિતિ ડોનની સામે ધારદાર અને તેજ પાત્ર સરળતાથી કરી શકશે. અગાઉ રોમાનો રોલ ઝીન્નત અમાન અને પ્રિયંકા ચોપરા જેવી એક્ટ્રેસ કરી ચૂકી છે. આનંદ એલ રાયની ‘તેરે ઇશ્ક મેં’માં ક્રિતિના પાવરફૂલ અવતારની ઝલક લોકોને પસંદ પડી છે. એક ઘરેલુ છોકરીમાંથી એક ડોનનો સાથે આપતી ગ્લેમરસ એક્ટ્રેસના રોલમાંથી મજબૂત રોલ સુધીની ક્રિતિની સફર પણ રસપ્રદ રહી છે. હવે જો ક્રિતિ ડોન ૩માં જોવા મળે તો આ તેની કારકિર્દીનો મહત્વનો રોલ હશે.