અશ્લીલ ગીતો માટે Neetu Chandra એ હની સિંઘ સામે દાવો માંડયો

Share:

આ અશ્લીલ ગીતોથી શાળાએ જતી છોકરીઓની સતામણી થતી હોવાની દલીલ નીતુ ચન્દ્રા દ્વારા કરાઈ

Mumbai, તા.૭

અભિનેત્રી નીતૂ ચંદ્રાએ પટના હાઇકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરીને અશ્લીલ  ભોજપુરી અને હિંદી ગીતો પર  પ્રતિબંધની  માગણી કરી છે.  તેની દલીલ મુજબ આ ગીતો દ્વારા શાળાએ જતી છોકરીઓની સતામણી  થાય છે.  તેણો યો યો હની સિંઘ પર કેસ માંડયો છે.  નીતુ ચંદ્રાએ યો યો હની સિંઘના નવા ગીત મૈનિએક પર રોક લગાડવાની માંગણી કરી છે. તેણે યાચિકામાં જણાવ્યું છે કે, આ ગીતમાં ઘણી અશ્લીલતા છે મહિલાઓનો  તેમનો કોઇ પ્રોડકટની માફક ઉપયોગ કરવામાં આવ્યો  છે.

એટલું જ નહીં  મહિલાઓને સેક્સ  સિમ્બોલના રૂપમાં દેખાડવામાં આવી છે.  દાવા અનુસાર આવા ગીતોના કારણે મહિલાઓ ઘરમાં બાળકો તેમજ પુરુષોની  હાજરીમાં શાંતિથી ટીવી જોવાનું પણ પસંદ કરતી નથી. આવા ગીતો ગાનારા ગાયકોને પ્રસિદ્ધી મળી ગઇ છે. પરંતુ આવા સિંગરો સમાજ અને દેશના વિકાસમાં બાધા બની શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *