બોર્ડની પરીક્ષા નું પેપર પૂર્ણ થતા પોત્રીને સ્કૂલેથી તેડી વૃધ્ધ દહીંસરા ગામે જતા’તા ત્યારે સર્જાયો અકસ્માત
Paddhari,તા.06
પડધરી ખાતે હિટ એન્ડ રનના બનાવમાં બાઇકસવાર દાદા અને પોત્રી ફંગોળાઇ જતાં દાદાને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. પડધરી ખાતે પોત્રીનું ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષાનું પેપર પુરુ કરીને વૃધ્ધ દાદાના બાઇકમાં બેસાડી દહીંસરા ગામે ઘરે જઈ રહ્યા હતાં ત્યારે પડધરી પાસે બનાવ બન્યો હતો જેમાં ગંભીર રીતે ખવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકનો મોજુ ફેલાયું છે. આ બનાવની પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જાય ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ પડધરીના દહીંસરા ગામે રહેતાં સવજીભાઈ કાળાભાઇ ચાવડા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ ગઇકાલે બપોરે એકાદ વાગ્યે પડધરી સ્કૂલમાં તેની પોત્રી જીજ્ઞાશા ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષા આપી રહી હોઇ તેણીને તેડવા માટે આવ્યા હતાં. પોત્રી નું પેપર પુરુ કરી બહાર આવતાં તેણીને બાઇકમાં બેસાડી તેઓ દહીંસરા ગામે જવા રવાના થયા હતાં.દરમિયાન પડધરી ખાતે મેલડી માતાજીના મંદિર પાસે દાદા-પોત્રી પહોંચ્યા ત્યારે અજાણ્યા બાઇકના ચાલક અકસ્માત સર્જી નાસી જતાં દાદા-પૌત્રી બંને ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી. પોત્રીને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે દાદા સવજીભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં પથમ પડધરી પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા દોડી આવી મૃતદેહનું પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોપ્યો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.સવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા નંબરના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પડધરી પોલીસ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.