Morbi,તા.06
ચાચાપર ગામની સીમમાં વાડીએ ઘાસમાં નાખવાની દવા ભૂલથી પી લેતા ૩૮ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઇ સનીયારા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર માં યુવાનનું મોત થયું હતું બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન વાડીએ હત અને ખેતરમાં ચણાનું વાવેતર કર્યું હતું જેમાં ઘાસ થઇ જતા ઘાસ બાળવાની દવા પાણીમાં ઓગાળી હતી જે ભૂલથી પી લેતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે