Bhavnagar,તા.06
ભાવનગરથી પ્રયાગરાજ યાત્રા પ્રવાસે ગયેલી સુભઆષનગરની બે બસ પૈકી એક બસને પાંચ દિવસ પૂર્વે ઉતર પ્રદેશના બરેલી નજીક સર્જાયેલાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં ભાવનગરના વધુ એક યુવાનનું આજે સારવારમાં મોત નિપજ્યું હતું. સાથે જ આ અકસ્માતમાં મૃત્તાંક વધીને ત્રણ થયો હતો. પરિવારની હાજરીમાં આજે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે,શહેરના સુભાષનગર વિસ્તારમાઁથી ગત તા. ૨૨ ફેબૂ્રઆરીના રોજ બે ખાનગદી લકઝરી બસ પ્રયાગરાજ મહાકુંભ, અયોધ્યા, હરિદ્રાર તથા ઉજ્જૈનના પ્રવાસે નિકળી હતી. સાત દિવસલ સુધી વિવિધ ધાર્મિક સ્થલોના યાત્રા પ્રવાસ પૂર્ણ કરી ગત તા.૨૮નારોજ રાત્રિના સુમારે બન્ને બસ હરિદ્વાર જવા નિકળી હતી. દરમિયાનમાં ગત તા.૧ને શનિવારના રોજ વહેલી સવારે લખનૌ-દિલ્હી હાઈ-વે પર બરેલી નજીક બે પૈકી એક ખાનગી લકઝરી બસ આગળ જતા ટ્રેકટર ટ્રોલી પાછળ ઘડાકાભેર ઘૂસી જતાં ભાવનગર શહેરના બે યુવાનો યજ્ઞોશ બારૈયા અને આશિષ ગોહિલના મોત નિપજ્યા હતા. જયારે, આ અકસ્માતમાં અન્ય બે યુવકો હિતેષભાઈ મુળુભાઇ પોસાતર તથા હિતેષભાઈ વેગડ ઈજા થતાં સારવાર માટે બરેલીની હાસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિતેશભાઈ મુળુભાઇ પોસાતર(ઉ.વ ૩૭ રહે સુભાષનગર, ભાવનગર)ની હાલ ગંભીર મનાતી હતી. દરમિયાનમાં ગંભીર હાલતે ઈજાગ્રસ્તને વધુ સારવારાર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું આજરોજ સારવારમાં મોત નિપ હતું. આ અકસ્માતમાં મોતના પગલે આ અકસ્માતમાં મૃત્તાંક વધીને ત્રણે પોહંચ્યો છે. જયારે, અન્ય એક ઈજાગ્રસ્ત યુવક હિતેષ વેગડની સ્થિતિ સ્થિર મનાય રહી છે.
આજરોજ મૃતક હિતેષ પોસાતરના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત ભાવનગર માદરે વતન લાવવામાં આવ્યો હતો. યુવાનના મુતદેહને ઘરે લાવવામાં આવતાં પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. દરમિયાનમાં સાજના સુમારે પરિવારની અને કુટુંબીઓની હાજરીમાં સદ્દગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક હિતેશભાઈ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હોવાનું તેમના પરિવારના કાકા કાનાભાઈએ વિગત આપતાં જણાવ્યું હતું.