Kausambi,તા.6
બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) અને આઈએસઆઈ મોડયુલથી સક્રિય આતંકવાદી પંજાબનાં અમૃતસર નિવાસી લાજર મસીહની આજે સવારે યુપી એસટીએફ અને પંજાબ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં ધરપકડ કરાઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ ધરપકડ કરાયેલ આતંકી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)નાં જર્મન આધારીત મોડયુલનાં પ્રમુખ સવર્ણસિંહ ઉર્ફે જીવન ફૌજી માટે કામ કરે છે અને પાકિસ્તાન સ્થિત આઈએસઆઈનાં સાગરીકો સાથે સીધા સંપર્કમાં છે.
આતંકી પાસેથી 3 સક્રિય હેન્ડ ગ્રેનેડ, 2 સક્રિય ડીટોનેટર 13 કારતુસ અને 1 વિદેશી પીસ્તોલ સહીત ગેરકાયદે હથીયાર અને વિસ્ફોટક જપ્ત થયા છે. આતંકી પાસેથી ગાઝીયાબાદનાં સરનામાવાળુ આધાર કાર્ડ, સીમકાર્ડ વિનાનો એક મોબાઈલ પણ જપ્ત થયો હતો..