બ્રેકઅપની ચર્ચા વચ્ચે Shraddha Kapoor રાહુલ મોદી સાથે જ બર્થડે સેલીબ્રેટ કર્યો

Share:

શ્રદ્ધા કપૂરે ભલે સત્તાવાર રીતે જાહેરાત ન કરી હોય, પણ એ વાત જાણીતી છે કે તે રાહુલ મોદીને ડેટ કરી રહી છે

Mumbai, તા.૫

આજકાલ શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. તેણીએ તાજેતરમાં જ તેનો જન્મદિવસ તેના કથિત બોયળેન્ડ રાહુલ મોદી સાથે ઉજવ્યો. તે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે જોવા મળ્યો હતો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના કેટલાક ચાહકો પણ ગુસ્સે થઈ રહ્યા છે. સ્ત્રી ૨ની સફળતા પછી શ્રદ્ધાનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો છે.શ્રદ્ધા કપૂરે ભલે સત્તાવાર રીતે તેની જાહેરાત ન કરી હોય, પણ એ વાત જાણીતી છે કે તે રાહુલ મોદીને ડેટ કરી રહી છે. તાજેતરમાં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા પછી, આ દિવસોમાં તેઓ સતત સાથે જોવા મળે છે. હવે શ્રદ્ધાએ પણ ૩ માર્ચે તેનો જન્મદિવસ તેની સાથે ઉજવ્યો. બંનેને ગેટવે ઓફ ઈન્ડિયા પાસે જોવામાં આવ્યા હતા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.શ્રદ્ધા કપૂરે ૩ માર્ચે તેના કથિત બોયળેન્ડ રાહુલ મોદી સાથે તેનો ૩૮મો જન્મદિવસ ઉજવ્યો. શહેરની ધમાલથી દૂર, બંનેએ આ ખાસ દિવસ મુંબઈની બહાર વિતાવવાનું નક્કી કર્યું. સોમવારે તેમને ગેટવે ઓફ ઈન્ડિયા પર મુંબઈ પાછા ફરતા જોવા મળ્યા. આ પહેલા શ્રદ્ધા અને રાહુલે અમદાવાદમાં એક લગ્ન સમારંભમાં પણ સાથે હાજરી આપી હતી. તેણે ગોલગપ્પા ખાતા પોતાનો ફોટો શેર કર્યો. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં રાહુલ પણ તેની સાથે જોવા મળ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *