Dubai,તા.5
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચેલા ભારતના કપ્તાન રોહિત શર્માની નિવૃતિ વિશે સવાલ પૂછાતા ટીમનાં કોચ ગૌતમ ગંભીરનો મગજ છટકયો હતો.
સેમીફાઈનલમાં ભારતની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીર હાજર રહ્યા હતા. આ તકે ટીમનાં કપ્તાન રોહિત શર્માની નિવૃતિ વિશે સવાલ પૂછાયો હતો. આવતા સમયમાં રોહિત શર્માની કેરિયર વિશે શું કહેવા માંગો છો?
તેવા પ્રશ્ન પર ગંભીર ભડકયો હતો અને એમ કહ્યુ હતું કે આ વિશે અત્યારથી શું કહું? છતા એક વાત છે કે કેપ્ટન રોહિત શર્મા આક્રમક બેટીંગ કરતો હોય ત્યારે ડ્રેસીંગ રૂમ સુધી પહોંચતો હોય છે.
પ્રશ્ન પૂછનારને ગંભીરે એમ કહ્યું કે તમે રન અને એવરેજ જુઓ છે. અમે ખેલાડી કેવો પ્રભાવ પાડે તે ધ્યાનમાં રાખીએ છીએ. કપ્તાન હાથ ખંખેરી નાખતો હોય તો પછી તેની સાથે વાત આગળ વધી શકતી નથી. દુબઈમાં ભારતીય ટીમને કોઈ વિકેટ લાભ ન હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. તે વિશેની ચર્ચા અનુચીત છે.