Surat : ગોપાલ ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેવા જતા સપડાયો

Share:

અરજદાર પાસે તેના બીલના પત્રકમાં સહી કરી રકમ મંજૂર કરવા રૂા.૧૦,૦૦૦ ની લાંચ માંગી હતી.

Surat, તા.૪

સુરત જીલ્લાના મહુવા તાલુકાના ગોપાલગ્રામ પંચાયતના તલાટીએ જનમન આવાસ યોજનાની કામગીરીના બીલની રકમ મંજૂર કરવાના પત્રકમાં સહી કરવા બદલ અરજદાર પાસેથી માંગેલ લાંચની રકમ રૂા.૮૦૦૦ સ્વિકારતા નવસારી એ.સી.બી.પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર ત્થા મદદનીશો ગોઠવેલ છટકામાં સાક્ષી-પંચોની હાજરીમાં ઝડપાઈ જતા તલાટી કેયુર ગરાશીયાની ધરપકડ કરેલ છે.

ગોપાલ ગ્રામ પંચાયતમાં જનમન આવાસ યોજના હેઠળ મંજૂર કરાયેલ મકાન બાંધકામની નાણાંની રકમ મેળવવા અરજદાર દ્વારા જરૂરી દસ્તાવેજો આધાર-પુરાવાઓ રજૂ કર્યા બાદ લાભાર્થીઓના પત્રક ભરી નાણાં મંજૂર કરવા રજૂ કરેલ બીલમાં સહી કરવાના બદલામાં તલાટી કેયુર ગોપાલભાઈ ગરાશીયાએ રૂા.૧૦,૦૦૦ ની લાંચ માંગેલ અરજદાર લાંચ આપવા ન ઈચ્છતા હોવાથી લાંચ રૂશ્વત વિરોધી કચેરીનો સંપર્ક સાધતા સુરત એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શનમાં નવસારી એ.સી.બી.પોલીસ મથકના ઈન્સ્પેકટર બી.ડી.રાઠવાની દેખરેખમાં મદદનીશો તેમજ સાક્ષી અને પંચની રૂબરૂમાં ગોઠવાયેલ છટકામાં અરજદાર સાથે લાંચ બાબતની વાતચીત પછી લાંચની રકમ રૂા.૮૦૦૦ સ્વિકારતા તલાટીને ગ્રામ પંચાયત કચેરીના પગથીયા પરથી ઝડપી પાડેલ.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *