વિધર્મીએ સગીરાને ફસાવી અપહરણ કર્યું, દુષ્કર્મ અને POCSOનો નોંધાયો ગુનો

Share:

રાજકોટ,તા.૪

રાજકોટના રેલનગર વિસ્તારમાં ટ્યુશનમાં ગયેલ ૧૫ વર્ષીય સગીરા ગુમ થતા માતાએ પડધરીનો વિધર્મી શખ્સ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યારબાદ સગીરા અને તેનું અપહરણ કરનાર શખ્સ સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો ખુલ્લેઆમ અપલોડ કરી સગીરાની માતા અને તેના ભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. જેથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા હતા.

રાજકોટ પોલીસે ઉત્તરપ્રદેશ ખાતેથી આરોપી સાહિલની ધરપકડ કરી સગીરાને છોડાવી બાદમાં મેડિકલ ચેકઅપ કરાવી તપાસ કરતા આરોપી સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી સાહિલને સગીરાના અપહરણ કેસમાં મદદગારી કરવા બદલ તેના કાકાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં ગત તા. ૨૨-૦૨-૨૦૨૫ના રોજ એક અપહરણની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સવારના ૮ વાગ્યાની આસપાસ તેમનો દીકરો અને દીકરી બન્ને રેલનગર મેઇન રોડ પર આવેલ ઓમ સ્ટડી પોઇન્ટમા ટયુશનમા જવા નીકળ્યા હતા. સવારના ૯ વાગ્યાની આસપાસ ટ્યુશન કલાસીસમાંથી શિક્ષકનો ફોન આવ્યો હતો કે, તમારી દિકરી ટયુશન આવેલ નથી. ત્યારે તેમને કહ્યું કે, મારી દીકરીને સવારે જ મેં ટયુશનમા મોકલેલ છે. જેથી તેઓ તુરંત ટ્યુશન કલાસીસ ખાતે પહોંચી અને આસપાસ દીકરીની તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. જેથી અપહરણની અને ગુમ થયાની ફરિયાદ નોંધવી હતી.

આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી તેમજ ભોગબનનાર યુવતી દ્વારા આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અલગ-અલગ વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. જેના આધારે ટેક્નિકલ સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી અને આરોપી તેમજ ભોગ બનનાર સગીરા ઉત્તરપ્રદેશમાં હોવાની બાતમી મળી હતી.

પ્રદ્યુમનનગર પોલીસ ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી આરોપીને તેમ ભોગ બનનાર સગીરાને રાજકોટ લાવી હતી. આરોપીની પુછપરછ કરતા તેનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબર સંધાર હોવાનું સામે આવ્યું છે. જેમની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે.

વિધર્મી દ્વારા ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા સગીરા અને તેનું અપહરણ કરનાર સાહિલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સગીરાની માતા અને તેના ભાઈ વિરુધ્ધ આક્ષેપો કરતા વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતા. એક વીડિયોમાં તો સગીરાએ તેની માતા પર દેહવ્યાપાર માટે દબાણના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અપહરણ નહીં થયાનું અને મરજીથી સાહિલ સાથે આવેલ છું તેવું વીડિયોમાં જાહેર કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી સાહિલ સગીરાના ઘરે આવતો જતો હતો અને છેલ્લા બે વષર્થી પરિચયમાં હતો. આ દરમિયાન ગત ૨૨ ફેબ્રુઆરીના રોજ સગીરાનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. પોલીસે ભોગ બનનાર યુવતીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હાલ તેને રાજકોટ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી દેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *