Bhavnagar તસ્કર બેલડી ઝડપાઈ બે ચોરીનો ભેદ ઉકેલાયો

Share:
વરતેજ અને નારી ચોકડી પાસે બંધ મકાનમાં હાથ ફેરો કર્યા ની કબુલાત, ₹8.60 લાખનો મુદ્દામાલ કબજે કરતી એલસીબી
Bhavnagar,તા.03
ભાવનગર અમદાવાદ ધોરી માર્ગ પર આવેલી નારી ચોકડી પાસે રેલવે પુલ પાસે એલસીબીએ તસ્કર બેલડીને ઝડપી લઇ ને નારી ગામે અને વરતેજ ગામે બંધ મકાનના તાળા તોડી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે સોના ચાંદીના ઘરેણા રોકડા અને મોબાઈલ મળી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર જિલ્લામા આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસપી ડોક્ટર હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઇ એ આર વાળા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કુંભારવાડા ના મફતનગરમાં રહેતો આદિલ ઉર્ફે તપેલી મહેબૂબ મલેક અને મહેબૂબ ઉર્ફે દીકુ અજીત  ફકીર નામના બંને શખ્સ નારી ચોકડી પાસે અંબિકા રિસોર્ટ નજીક શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી વી ધાગુ  સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન બંને શખ્સની અટકાયત કરી તલાસી રહેતા જેના કબજામાંથી રોકડ, સોના- ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી 8.60 લાખનો મુદ્દામાલ મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે 15 દિવસ પહેલા વરતેજના નાની ખોડીયાર મંદિર પાછળ સોસાયટીના અને નારી ગામે મકાનમાંથી હાથ ફેરો કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આદિલ ઉર્ફે તપેલી મલેક નામના શખ્સ સામે રાજકોટ સુરેન્દ્રનગર અને ભાવનગરના 12  મળી 15 પોલીસ મથકના ચોપડે ચોરી દારૂ અને જાહેરનામા ભંગના કેસમાં ચડી ચૂક્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *