Jamnagar,તા.03
જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂપિયાની માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ચોરાઉ માલમતા સાથે એક તસ્કરને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે તેના ફરાર થઈ ગયેલા અન્ય એક સાગરીતની શોધખોળ ચલાવાઇ રહી છે.
આ બનાવની હકીકત એવી છે કે, ગત તા.20.02.2025 ના રાત્રી દરમ્યાન પ્રફુલભાઇ રમણીકભાઈ ચૌહાણ (રહે. દિવ્યમપાર્ક, ખોડીયાર કોલોની જામનગર) ના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી મકાન માથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.5,21,500 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. તેમજ તા.24.10.2024 ના રાત્રી દરમ્યાન માયાબેન રામજીભાઇ ચંદ્રા (રહે, હીયડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.3,92,500 ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી.
તેમજ તા.10.02.2025 થી તા.24.02.2025 ના રાત્રી દરમ્યાન રાકેશભાઇ રામાશંકરભાઈ સિંધ (રહે.ઢીચડા રોડ,સેનાનગર જામનગર) ના બંધ રહેણાક મકાનમાં કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ.30,500 ની ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાવી હતી.