American વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી

Share:

Washington, તા.3
અમેરિકન વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે. આ બેટરી વડે ન્યુક્લિયર વેસ્ટને એનર્જીમાં કન્વર્ટ કરી શકાય છે. બેટરી દાયકાઓ સુધી ચાર્જિંગ કે મેન્ટેનન્સ વિના ઊર્જા પૂરી પાડતી રહેશે.

અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ નેક્સ્ટ જનરેશનની બેટરીમાં ન્યુક્લિયર રેડિયેશન માઇક્રોચિપને પૂરતી ઉર્જા પ્રદાન કરશે. પ્રયોગ માટે બનાવેલી બેટરી આંગળીના કદની છે અને તે 1.5 માઇક્રોવોટ ઊર્જા ઉત્પન્ન કરે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બેટરીનો ઉપયોગ મોટા મિશનમાં કરવામાં આવશે. જેથી ઉર્જા સંકટને દૂર કરી શકાય. વિજ્ઞાનીઓની યોજના છે કે તેનો ઉપયોગ અવકાશની દુનિયામાં અને મહાસાગરની ઊંડાઈના અભ્યાસમાં પ્રથમવાર થઈ શકે છે.

સંશોધન લેખક અને મિકેનિકલ એરોસ્પેસ એન્જિનિયર રેમન્ડ કાઓ અનુસાર, પરમાણુ બળતણમાંથી ઉત્સર્જિત ગામા રેડિયેશન પ્રકાશમાં રૂપાંતરિત થાય છે. સૌર કોષો દ્વારા ઉર્જાનું વીજળીમાં રૂપાંતર થાય છે.

પરમાણુ કચરો ખતરનાક છે પરંતુ જે કચરોમાંથી બેટરી અને ઉર્જા બનાવવામાં આવશે તે સંપૂર્ણપણે સલામત છે. કોઈપણ તેને સ્પર્શ કરી શકે છે. બેટરીમાં વપરાતા તત્વોથી કોઈ નુકસાન થશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *