Rajkot: વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલા આપઘાત પ્રકરણમાં આરોપી જામીન મુક્ત

Share:
ઝેર પી જીવન ટૂંકાવી લેનાર યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે 10 વિરુદ્ધ ગુનો નોંધાયો’તો
Rajkot, તા2
રાજકોટ શહેરમાં રહેતા અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરીયા નામના યુવાને રેસકોસના બગીચામાં આવેલા શૌચાલય પાસે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું આ બનાવમાં મૃતક અલ્પેશભાઈના ભાઈ અરૂણભાઇ સાકરીયાએ સુસાઇડ નોટના આધારે જામનગર રોડ પર રહેતા સિદ્ધરાજસિંહ કિશોરસિંહ જાડેજા અને ભીખુભાઈ શાર્દુલભાઈ બાલાસરા, પંકજભાઈ ધોકીયા, યોગેશભાઈ પંડયા, પ્રવીણભાઈ પરમાર, જીગ્નેશભાઈ જીલ્કા, તાહેરભાઈ રાજ, અનિરૂધ્ધસિંહ રજપુત અને  વિપુલભાઈ 10 લોકો પાસેથી અલગ અલગ ટકાવારીએ રકમ વ્યાજે લીધેલ છે અને જેઓને વ્યાજ સહીત મુડી ચુકવી દીધેલ હોવા છતા હેરાન પરેશાન કરતા પગલું ભરી લીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઈ પરમારની ધરપકડ કરી હતી. જેલ હવાલે રહેલા આરોપી પ્રવીણ પરમારે પોતાના વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષની દલીલો અને રજૂ રાખેલા કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી પ્રવીણ પરમારની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *