PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાત લીધી

Share:

Jamnagar,તા.૨

વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી હતી પ્રસંગે મુકેશ અંબાણી પણ હાજર રહ્યાં હતાં.  જામનગરથી ૩૦ કિમી દૂર રિલાયન્સ રિફાઈનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ ‘વનતારા’ નામને મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

વનતારા ૩૦૦૦ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વનતારા પ્રોજેકટ પૂરા ૩,૦૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ કેન્દ્ર છે. અહીં અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ૬૫૦થી વધુ એકરમાં રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ૪૩ પ્રજાતિના ૨,૦૦૦થી વધુ પ્રાણીઓ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં દેખરેખ હેઠળ છે. ૨૧૦૦થી વધુ કર્મચારીઓ વનતારા પ્રોજેક્ટમાં ફરજ બજાવે છે. રેસ્ક્યૂ સેન્ટરમાં ૨૦૦ હાથી, ૩૦૦ ચિત્તા, ૩૦૦ દીપડા અને ૩૦૦ હરણ છે.

વનતારામાં ૧૨૦૦થી વધુ સરીસૃપ જીવો મગર, સાપ અને કાચબાની સંભાળ રાખવામાં આવે છે. ભારતની સાથે સાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. આફ્રિકા અને મેક્સિકોમાંથી ગંભીર બીમારીથી પીડિત પ્રાણીઓને બચાવીને વનતારા લવાયા છે. પ્રાણીઓ માટે ૈંઝ્રેં, સ્ઇૈં, ઝ્ર્‌ સ્કેન, એક્સ-રે, એન્ડોસ્કોપી, ડાયાલિસિસની સુવિધા છે.પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ભરપૂર સુવિધા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *