ટ્રેક્ટરનું ભાડું નહિ ચૂકવી પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા ધમકી આપી, જાતિ પ્રત્યે હડધૂત કરનાર ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી તી
Rajkot,તા.01
પડધરીમાં ભાડે આપેલા ટ્રેક્ટરનું ભાડું નહિ ચૂકવી પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા ધાક ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સામેની ફરિયાદ અને તેને આનુસંગીક પ્રોસીડીંગ રદ કરતો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની હકીકત મુજબ પડધરીમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ મકવાણાએ માસિક રૂ.૮૦૦૦માં મહેશ પીતાંબરભાઈ રાઠોડને ટ્રેકટર ભાડે આપ્યું હતું. જે ભાડુ આપતા ન હોવાથી કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહીં ટાટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનીત કરી ભરતભાઈ તળપદાએ ફોન પર ધમકી આપી ટ્રેકટર પાછુ ન આપી છેતરપીંડી કરી હોવાની મહેશ પીતાંબરભાઈ રાઠોડ, નરેશ ભગવાનજીભાઈ બોરીચા, શૈલેષ હીરાભાઈ રાઠવા અને ભરત ખીમજીભાઈ તળપદા વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સેશન્સ અદાલતમાં ચાર્જશીટ દાખલ થતા આરોપી ભરત તળપદાએ તેની સામેની ફરિયાદ અને સબસીકવન્ટ પ્રોસીડીંગ રદ કરવા હાઈકોર્ટમાં કવોશીંગ પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન ચાલતા ઉપર આવતા બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે ભરત તળપદા વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અને તેને આનુસંગીક પ્રોસીડીંગ રદ કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી ભરત તળપદા વતી હાઈકોર્ટમાં પ્રતિકભાઈ જસાણી, રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.