Morbi,તા.01
નીચી માંડલ નજીક આવેલ નર્મદા કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા ૧૯ વર્ષીય યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
હાલ નીચી માંડલ ગામ નજીકના નોકેન રીટ્રીફાઈડ સિરામિકમાં કામ કરતા અંશુકુમાર રામનંદન પ્રજાપતિ (ઉ.વ.૧૯) નામના યુવાન ગત તા. ૨૮ ના રોજ નીચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ઓડીશાથી બસમાં બેસી મોરબી આવતા યુવાનનું ઉંચી માંડલ નજીક બસમાં જ મોત
ઓડીશાનો રહેવાસી યુવાન બસમાં બેસી મોરબી આવવા નીકળ્યો હતો અને બસ ઉંચી માંડલ ગામ નજીક પહોંચી ત્યારે યુવાનનું બસમાં જ કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઓડીશા રાજ્યના બાલેશ્વર જીલ્લાના સોનપુર પાઉચકુલી રહેતા રતિકાન્તા મધુસુદન ભદ્રા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૨૪ ના રોજ ઓડીશાથી મોરબી ખાતે આવવા રાજલક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી નીકળ્યા હતા અને તા. ૨૭ ના રોજ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવતા પોણા આઠેક વાગ્યાના અરસામાં યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે