Jamnagar,તા.01
જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા મેઘજીભાઈ લખમણભાઇ હિરાણી નામના 70 વર્ષના રીક્ષા ચાલક ઉપર સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ધનજી મરાઠી નામના શખ્સએ રીક્ષા ભાડાના પ્રશ્ને તકરાર કરી ઈંટ વડે હુમલો કરી દીધો હતો.
જેમાં રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બનીને નીચે પટકાઈ પડ્યા હતા. અને તેઓને ફેક્ચર સહિતની ઈચ્છા થઈ હતી. જેથી તેઓને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઉપરોક્ત હુમલાના બનાવ અંગે મેઘજીભાઈ હિરાણીએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ધનજી મરાઠી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.