Amreli,તા.01
ગુજરાતના લોકસાહિત્યમાં લોકડાયરાનું એક આગવું સ્થાન છે. અમરેલીના લાઠીમાં આયોજિત એક લોકડાયરામાં પણ ગુજરાતની આ સંસ્કૃતિનો અનેરો નજારો જોવા મળ્યો હતો. ડાયરામાં લોકસાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને માયાભાઈ સહિત અનેક કલાકારોએ રમઝટ બોલાવી હતી અને તેમના પર રૂપિયા તેમજ ડૉલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. અમરેલીના લાઠીના તથાસ્તુ વિદ્યાપીઠ જીગ્નેશદાદા સંચાલિત લોકડાયરામાં ડૉલર અને રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં અનેક દિગ્ગજ લોક સાહિત્યકારોનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને માયાભાઈ સહિત અનેક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી લોકોને મોજ કરાવી દીધી હતી. ત્યારે આ કલાકારો પર લોકોએ પણ મન ભરીને રૂપિયા અને ડૉલરનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, આ ડાયરામાં અનેક રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. જેમાં બગસરા તાલુકના ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને સાંસદ ભરત સુતારિયા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓએ પણ ડાયરામાં મન મૂકીને કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.