Jamnagar તા. ૨૮
જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા ઉજા બેન અરશીભાઈ ગોજીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ મહિલાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પુત્ર સુરેશ અરસીભાઈ ગોજીયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એ.એસ.આઇ. એફ.જી.દલ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.