Jamnagar,તા.28
ધ્રોલના જોડિયા નાકા પાસે એક ઇકો કાર માંથી ઉતરેલા શખ્સે સાઈડમાં ચાલવાના પ્રશ્ને બોલાચાલી કરી એક યુવાન પર હુમલો કરી છરી બતાવી હતી. તે ગુન્હામાં પોલીસે જામનગરના શખ્સની ધરપકડ કરી છે.
ધ્રોલ શહેરના જોડિયા નાકા પાસેથી પસાર થતાં પડધરીના ધારશીભાઈ જકસીભાઈ સાડમીયા નામના યુવાન પસાર થતા હતા ત્યારે એક ઈકો કારના ચાલક સાથે સાઈડમાં ચાલવાની બાબતે બોલાચાલી થતાં મોટરમાંથી ઉતરેલા શખ્સે ધારશીભાઈ પર હુમલો કરી ગાળો આપી માર મારવા ઉપરાંત છરી બતાવી ધમકી આપી હતી.
આ સમયે પડી ગયેલા ધારશીભાઈને માથામાં નજીકમાં આવેલી દુકાનનો ઓટલો વાગી જતા ઈજા પહોંચી હતી. આ બનાવનો કોઈએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાે હતો. ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી.અને જામનગરના નવાઝ ઉમરભાઈ શમા નામના શખ્સને પકડી પાડ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.