Jahvhi અને જુનિયર એનટીઆરની જોડી મિસ ફિટ હોવાની ટીકા

Share:

દેવરાનું ગીત રીલિઝ થતાં ટ્રોલિંગ

14 વર્ષ મોટા  જુનિયર એનટીઆર સામે જાહ્વવી ખરેખર બહુ નાની લાગે છે તેવી કોમેન્ટસ

Mumbai,તા.07

જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની ‘દેવરા’ ફિલ્મનું નવું સોંગ રીલિઝ થયા બાદ બંને ભારે ટ્રોલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સ જાહ્વવી જુનિયર એનટીઆર કરતાં બહુ નાની લાગે છે અને આ જોડી મિસ ફિટ છે તેવી ટીકા કરી રહ્યા છે.

જુનિયર એનટીઆર જાહ્નવી કરતાં ૧૪ વર્ષ મોટો છે. દર્શકોના જણાવ્યા અનુસાર નવાં રીલિઝ થયાં ‘ધીરે ધીરે ‘ ગીતના ડાન્સ  મૂવ્ઝમાં જુનિયર એનટીઆર અને  જાહ્નવીની કોઈ કેમિસ્ટ્રી દેખાતી નથી. તે ખરેખર જાહ્નવી કરતાં બહુ મોટો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જાહ્નવીએ તેની સાઉથની ડેબ્યૂ મૂવીમાં હિરોની  પસંદગીમાં ધ્યાન રાખવું જોઈતું હતું તેવી ટીકા ચાહકો કરી  રહ્યા છે.

કેટલાક લોકોએ લખ્યુ છે કે જુનિયર એનટીઆર આ ગીતમાં એકદમ કઢંગો લાગે છે.  તે બહુ ઈન્વલ્લ્વ થઈને પણ કરવા ખાતર ડાન્સ કરી રહ્યો હોવાનું જણાય છે. કેટલાકે લખ્યું છે કે જાહ્નવી તેની સામે નાની તરુણી જેવી દેખાય છે. જાહ્નવી તેના કરતાં મોટા સ્ટાર સાથે રોમાન્ટિક ડાન્સ કરવામાં અસહજતા અનુભવતી હોવાનું તેના ચહેરા પરથી વર્તાય છે.

કેટલાક લોકોએ તો આ ગીત જ આખું ઈન્સ્ટા રીલ ક્વોલિટીનું હોવાનું કહી તેને વખોડી નાખ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *