Rajkot: પત્ની-પુત્રને ભરણપોષણ નહીં ચુકવનાર પતિને 80 દિવસની સજા

Share:
આઠ માસનું 40,000 ખાધા ખોરાકી નહીં ચુકવનાર 25 સામે વોરંટ ઇસ્યુ
Rajkot,તા.28
મુંજકા ગામે રહેતી પરણીતાને ભરણ પોષણ નહીં ચુકવનાર પતિને 80 દિવસની સજાનો હુકમ ફેમિલી કોર્ટે ફરમાવ્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના આણંદપર (નવાગામે) રહેતા ચિરાગ સુરેશભાઈ જળ નામની યુવાન સાથે  મુંજકા ખાતે રહેતા ઇલાબેનના લગ્ન થયા હતા. લગ્ન જીવનથી સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો  બાદ દંપતિ વચ્ચે મનમેળ ન રહેતા પરણીતા પોતાના માસુમ પુત્ર સાથે અલગ રહેતી હતી . પોતાનું તેમજ માસુમ પુત્રનું જીવન નિર્વાહ ચલાવવા માટે કરેલી ભરણ પોષણ અરજી ફેમિલી કોર્ટએ  ઇલાબેનને માસિક 4000 અને પુત્ર હિમાલયને 1000 નું ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કર્યો હતો. પરંતુ પતિ દ્વારા 10 માસ  સુધી  રકમ નહીં ચૂકવતા પરણીતાએ ચડત ભરણપોષણની રકમ ₹50,000 મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સામેવાળા પતિ એ નોટિસ બજાવતા તેઓ મુદ્દત્યા હાજર રહી હું 10000 અને બાકીની રકમ ન  ચૂકવતા  હોય છે ત્યારે  અરજદારના એડવોકેટ ગડારાએ કરેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે ફુલ 80 દિવસની સજાનો હુકમ કરેલો અને સજાની અમલવારી માટે અદાલતે વોરંટ ઇસ્યુ  કરવાનું પણ હુકમ કર્યો છે  અરજદાર ઇલાબેન ચડુંવતી ફેમિલી કોર્ટના લીગલ એડ ના સરકાર તરફથી પેનલ એડવોકેટ તરીકે અમિત ગઢારા તે કાર્યવાહી ચલાવી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *