Bar Council of India ના હોદેદારોની રવિવારે ચુંટણી

Share:
ચેરમેન, વાઈસ ચેરમેન, એક્ઝયુકયુટીવ કમીટી સહિતના હોદા માટે ચુંટણી જાહેર
Rajkot,તા.27
આગામી તા.૨/૩/૨૦૨૫ને રવિવારે સમગ્ર ભારતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચે૨મેન, વાઈસ ચેરમેન, એકઝયુકયુટીવ કમીટી સહિતના હોદ્દા માટે ચૂંટણી થવાની છે.
આ હોદ્દા પર જેમણે નોમીનેશન કરવું હોય તેને તા.૨૮, ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ થી ૩ વાગ્યાં દરમ્યાન નોમિનેશન ફોર્મ ભરવાનું રહેશે. શનિવારે એક માર્ચના રોજ કેન્ડીડેડ ૧૧ થી ૩ વચ્ચે વિડ્રો કરી શકશે. બે માર્ચના રોજ ૧૧ વાગે ચેરમેન, વાઈસ ચેરમેન, એક્ઝયુકયુટીવ કમીટી સહિતના હોદા માટે ચુંટણી જાહેર કરવામાં આવેલ છે. તેમ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દીલીપભાઈ પટેલે જણાવેલ છે.
બી.સી.આઈ.ના નીયમ મુજબ એક કરતા વધારે ઉમેદવારો હોય તો ચુંટણીના દીવસે બેલેટ પેપર્સ તૈયાર કરવામાં આવશે. કોઈ પણ પોસ્ટ માટે માત્ર એક ઉમેદવાર હશે તો બેલેટ પેપરની આવશ્યકતા રહેશે નહી. આ ચુંટણી પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. બે માર્ચના રોજ મળેલ બેઠકમાં સભ્ય માટે રીડીંગ ઓફિસરને નિમણુક કરવામાં આવશે. અન્ય હોદા માટે ચુંટણી ચુંટાયેલ ચેરમેન દ્વારા નામાંકિત કોઈ પણ વ્યકિત દ્વારા હાથ ધરવામાં આવશે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચુંટણીના નિયમો અને નીયમનું પાલન સુનીશ્ચિત કરીને ચુંટણી પારદર્શક અને ન્યાયીક રીતે પાર કરવામાં આવશે. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં ચુંટણીઓ થઈ રહેલ હોય. સમગ્ર ભારત બાર કાઉન્સીલઓના સભ્યોની નજર કોણ હોદેદારો બનશે, કોણ ચુંટાશે તેના ઉપર લાગી રહેલ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *