Rajkot : અંધશ્રદ્ધા દૂર કરવા કાલે વિજ્ઞાન રેલી

Share:

Rajkot, તા.૨૬

ભારત સરકાર દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ દ્વારા વિજ્ઞાનલક્ષી અનેકવિધ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં શુક્રવારે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ જિલ્લા-તાલુકા મથકે વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે સંબંધી કાર્યક્રમો અમલમાં મુકાયા છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો વિજ્ઞાન રેલી, વિજ્ઞાન મેળો યોજી વૈજ્ઞાનિક મિજાજ કેળવવાના કાર્યક્રમ યોજાશે.

રાજકોટમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મહેમાન પદે મેયર નયના પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણી, વોર્ડ પ્રમુખ જયેશ ચોવટીયા સહિત ભાજપના પદાધિકારીઓ અને સ્કૂલ સંચાલક ચંદ્રકાંત મંડિર, અલ્પા, બ્રિજેશ મંડિર મહાનુભાવો હાજરી આપશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *