Rajkot, તા.૨૬
તાજેતરમાં વડોદરાની એમ.એસ.ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઈનોવેશન ટીમે પોતાનુ મેકરફેસ્ટ-૨૦૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો અને વિદ્યાર્થીઓની ટીમે પોતાનુ ઉત્કૃષ્ટ ઈનોવેશન પ્રસ્તુત કરી બાજી મારી છે. કૃત્રિમ ડાયથી કપડા રંગવાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીમાં અઢળક નુકસાનકારક કેમિલ્કસ રહેલા હોય છે. જેનાથી પ્રદૂષિત જળનુ શુઘ્ધિકરણએ ખૂબ ગંભીર સમસ્યા છે. આના વિકલ્પ તરીકે કુદરતી પદાર્થો જેવા કે ફળ, ફૂલ અને શાકભાજીમાંથી નેચરલ ડાય બનાવી જો કાપડ રંગવામાં આવે તો પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે. હાલ આવા કુદરતી ડાયથી કપડા રંગવાના ગૃહ ઉદ્યોગો કાર્યરત છે પરંતુ કુદરતી ડાઈથી કાપડ રંગવામાં ઘણી જટિલ સમસ્યાઓને લીધે આ ઉદ્યોગ પ્રમાણમાં ખૂબ ઓછો વિકસિત છે.
કુદરતી ડાય બનાવવા અને તેનાથી કાપડ રંગવાની એક સરળ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રક્રિયા ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ પાયલ જોશી (પીએચ.ડી. સ્કોલર) સંગીતા ચાવડા (પીએચ.ડી સ્કોલર) શ્રેયા કુબાવત (એમ.એસસી. સ્ટુડન્ટ) અને પ્રજ્ઞા વણકર (એમ.એસસી. સ્ટુડન્ટ)ની ટીમે પ્રાઘ્યાપક ડો.ડેવીટ ધ્રુવના માર્ગદર્શન હેઠળ શોધી છે.