ઉનાના આંગણે ૧૦૯ કુંડી શિવ શક્તિ મહાયજ્ઞનો શિવ મહાપૂજા થી પ્રારંભ થયો

Share:

ગીરગઢડા તા ૨૬
ઉના ના મોદી ગ્રાઉન્ડ મા શિવરાત્રી ના પાવન અવસરે ૧૦૯ કુંડી શિવ શક્તિ મહાયજ્ઞ નો પ્રારંભ શિવ મહાપૂજા થી કરવમાં આવેલ આ ૫ દિવસ ના ધાર્મિક કાર્યક્રમ માં ઉજ્જેન ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ શક્તિ મહાયજ્ઞ ની વિધિ કરાવશે આ મહાયજ્ઞ અને સંત સંમેલન ના માર્ગદર્શક પ.પૂ. શ્રી મહંત સંત શ્રી અમરદાસજી ત્યાગી બાપુ તેમજ ધોળીવાવ ના મહંત સીતારામ બાપુ દ્વારા આ ભવ્ય આયોજન મા ઉના ગીરગઢડા તાલુકા ની ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ આ ૫ દિવસ ના કાર્યક્રમ મા સનાતન ધર્મ સભા મા દેશભર માથી વિવિધ સંતો જેવા કે જગતગુરુ સ્વામી કૃષ્ણ દેવનંદ ગીરી જી દ્વારકા,સાધ્વી પ્રાચીજી હરિદ્વારા આંતર્રાષ્ટ્રીય ધર્મા ચાય વિભૂષિત આચાર્ય દેવમુરારિ બાપુ, હિન્દુ સમ્રાટ ટી રાજાજી, સહિત ના ૧૨ થી વધુ સાધુ સંતો દ્વારા દ્વારા ધર્મ સભા નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે ઉના સહિત સમગ્ર વિસ્તારમાં આ કાર્યક્રમ ને સફળ બનાવા મહંત દ્વારા અપીલ કરવામાં આવી છે અને વધુ ને વધુ લોકો આ ૧૦૯ કુંડી શિવ શક્તિ મહાયજ્ઞ નોં લાભ લેવા આહવાન પણ કરેલ છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *