પરણીતાના માતાના ઘરમાં ઘૂસી કૃત્ય આચારનાર આરોપીઓને ૧ – ૧હજારનાં દંડનો કોર્ટનો હુકમ
Rajkot,તા.26
શહેરમાં મતાના ઘરે રહેલી મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મની ફરીયાદમાં પાછી ખેંચી લેવાનું કહી તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં કોર્ટે ચાર આરોપીને છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.વધુ વિગત મુજબ શહેરના થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા માતાના ઘરે રહેતી પરિણીતા ત્યારે ધસી મયુર વીરમભાઈ ઝાલા, મહેન્દ્ર ઉર્ફે મેંદી મનુભાઈ માલા, આશીપ વીરમભાઈ માલા અને ભુપત ઉર્ફે ભુપો વજુભાઈ વીરડાએ અગાઉ કરેલી દુષ્કર્મની ફરીયાદમાં સમાધાન કરવાનું અને ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી સહિ કરવાનું કહ્યું હતું. પરંતુ પરિણીતાએ સહિ કરવાની ના પાડતા આરોપીઓએ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.જે અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદનોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ૧૩માં એડી. ચીફ જયુ મેજી. જે.એમ. સોલંકીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને છ માસની કેદની સજા અને દરેકને રૂા ૧ હજાનરાં દંડનો હુકમ કર્યો હતો. તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકિલ ધર્મિલાબેન જોશી રોકાયા હતાં.