Rajkot: રેપ – વીથ મર્ડરના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા

Share:
 ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા નીપજાવી હતી, મૃતકના પરીવારજનોને રૂા.૭ લાખનુ વળતર ચુકવવા હુકમ
Rajkot,તા.26
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી  વિસ્તારમા   રહેતી ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં સ્મશાન પાસે રહેતી ૧૩ વર્ષની બાળકી ગત તા.૨૭/૦૬/૨૦૨૩ ના રોજ ઘરેથી સાંજના સમયે લાકડા વીણવા ગઈ  હતી. રાત સુધી બાળકી પરત નહી આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. લાપતા બાળકીની બે દિવસ બાદ અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામના બંધ કારખાનામાં મશીનો વચ્ચેથી લાશ મળી આવી  હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ લાશનુ ઈન્કવેસ્ટ પંચનામુ તૈયાર કરેલ જેમાં લાશ ઉપરના અનેક ભાગો ઉપર ગંભીર ઈજાઓ જણાયેલ તથા ગુપ્ત ભાગો ઉપર પણ ઘાતકી ઈજાઓ થયેલ હોવાનુ જણાયેલ. આ લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવતા મૃતક બાળા ઉપર એકથી વધુ વખત બળાત્કાર થયેલ હોવાનુ તથા ધાતુના સળીયા વડે ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ થયેલ હોવાનુ ખુલ્યું હતું. આ અંગે પોલીસે ગુપ્તપણે તપાસ આદરતા તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ સાંજના સમયે આરોપી જયદિપ પરમારની ધરપકડ કરી ઘટના સમયે તેણે પહેરેલ કપડા તથા બાળકીએ પહેરેલ કપડા કબ્જે કરવામાં આવ્યા હતા. આ કપડાઓ ફોરેન્સીક તપાસ અર્થે મોકલતા તેના કપડાઓ ઉપર મૃતક બાળકીનુ લોહી મળી આવેલ તેમજ મૃતક બાળકીની લાશ અને કપડાઓ ઉપર આરોપીનુ લોહી પણ મળી આવેલ હતું. આરોપી સામે આ મુબજનો ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવો મળી આવતા પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, આરોપી અને મૃતક બાળકીના લોહીના જે ગૃપ એકબીજાના કપડામાં મળી આવેલ છે તે લોહીના ગૃપ અનેક વ્યકિતઓના હોય શકે છે. અને તેથી હાલના આરોપીએ જ ગુનો  કરેલ હોવાનુ સાબિત થતુ નથી. આરોપી અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના બંધ કારખાનામાં મૃતક બાળા સાથે ગયેલ હતો તે અંગેનો કોઈ પુરાવો રજુ થયેલ નથી.જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ  એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા ઉપર જે ગૃપનુ લોહી મળી આવેલ છે તે લોહી ભોગ બનનારનુ ન હતુ.આ ઉપરાંત ભોગ બનનારના કપડા ઉપર તથા શરીર ઉપર જે વીર્ય મળી આવેલ છે તે વીર્ય આરોપીનુ હોવાનો ડી.એન.એ. રીપોર્ટ છે. આ મુજબનો જયારે વૈજ્ઞાનિક પુરાવો મળી આવેલ હોય ત્યારે બનાવ સમયે આરોપી બનાવવાળી જગ્યાએ ન હતા તે સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર રહે છે. કાયદાની જોગવાઈ  મુજબનો પુરાવો હોય ત્યારે તેઓ બનાવ સ્થળે હાજર ન હતા તે એક જ બચાવ માન્ય છે. હાલના આરોપીએ આવો કોઈ જ બચાવ લીધેલ નથી કે સાબિત કરેલ નથી ત્યારે આરોપી પોતે જ ગુન્હેગાર હોવાનુ આપોઆપ સાબિત થાય છે. સરકાર તરફેની દલીલોના અંતે સ્પે. પોકસો કોર્ટે આરોપી જયદિપ ઉમેશભાઈ પરમારને હત્યા અને બળાત્કારના ગુન્હામાં જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને સરકારની “વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ’ હેઠળ મૃતકના પરીવારજનોને રૂા.૭ લાખનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *