પાકિસ્તાની હિરોઈનની ફિલ્મે ભારતમાં રચ્યો ઈતિહાસ

Share:

પાકિસ્તાની હિરોઈનની આ ફિલ્મ ભારતમાં ફરીથી રિલીઝ થયા બાદ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે

Mumbai, તા.૨૬

બોલીવુડની એક ફિલ્મ નવ વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ધમાલ મચાવી રહી છે. વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી આ ફિલ્મે રી રિલીઝ થયા બાદ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે.પાકિસ્તાની હિરોઈનની આ ફિલ્મ ભારતમાં ફરીથી રિલીઝ થયા બાદ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. એટલું જ નહીં, આ ફિલ્મે ‘તુમ્બાડ’નો રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મનું નામ ‘સનમ તેરી કસમ’ છે અને તે ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ રિલીઝ થયા બાદ આ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી.હવે ‘સનમ તેરી કસમ’ ૯ વર્ષ બાદ ફરી એકવાર સિનેમાઘરોમાં આવી છે. ફિલ્મે રી-રિલિઝના પહેલા દિવસે ૧.૩ કરોડ રૂપિયાની ઓપનિંગ કર્યું હતું. આ પછી, આ ફિલ્મની કમાણી બીજા દિવસથી સતત વધતી રહી અને તેણે ૧.૪૬ કરોડ રૂપિયાની કમાણી કરી.ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ ૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યાર સુધી આ ફિલ્મે કુલ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘સનમ તેરી કસમ’ પુનઃપ્રદર્શિત થયા બાદ ૫૦ કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.રિ-રિલીઝ થયેલી તુમ્બાડ ફિલ્મે ૩૨ કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે ૯ વર્ષ પછી રિલીઝ થયેલી ‘સનમ તેરી કસમ’ ફિલ્મે ૫૩ કરોડની કમાણી કરીને તુમ્બાડનો રેકોર્ડ તોડ્યો છે. વિનય સપ્રુના નિર્દેશનમાં બનેલી સનમ તેરી કસમ ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રિલીઝ થઈ હતી.૧૯ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ વિશ્વભરમાં માત્ર ૧૫ કરોડ રૂપિયા જ કમાઈને ફ્લોપ સાબિત થઇ હતી. જો કે આ ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મમાં મુખ્ય હિરોઈન પાકિસ્તાની અભિનેત્રી મારવા હોકેન હતી, જ્યારે બોલીવુડ અભિનેત્રી હર્ષવર્ધને હીરોની ભૂમિકા ભજવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *