Rajkot,તા.25
મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાધના-આરાધના સાથે શિવભકતો કરશે.આવતીકાલે શિવાલયોમાં હરહર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠશે. શિવ મહિકન સ્ત્રોત્ર, રૂદ્ર પૂજા, મૃત્યુંજય જાપ સ્તોત્ર, અભિષેક, બિલ્વપૂજા વગેરે અનુષ્ઠાનોમાં શિવભકતો તદાકાર બનીને શિવ આરાધના કરશે.
આવતીકાલે શિવભકતો ઉપવાસ કરીને શિવ ભકિત કરશે. રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવ પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ ,મહાકાલેશ્વર મહાદેવ, ઘાટેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવમંદિરોમાં આવતીકાલે ભકતો ભકતોની ભીડ જોવા મળશે.
દશનામ ગોસ્વામી સમાજ
દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવતીકાલે બપોરે 2 વાગે સ્વયંભૂ રામનાથ મહાદેવ, રામનાથપરા ચોકથી ભવ્ય શિવરથ યાત્રાનો પ્રારંભ થશે અને વિવિધ માર્ગો પરથી પસાર થઈને માણિતેશ્વર મહાદેવ મંદિર સંતકબીર રોડ ખાતે રથયાત્રાનું સમાપન થશે.શિવશોભાયાત્રાનું પ્રસ્થાન સાંસદ પુરુષોત્તમ રૂપાલા કરાવશે, આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહેશે.
આર્ષવિદ્યા મંદિર
આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વના પાવન અવસરને અનુલક્ષીને વિશેષ ધર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 અને 26 ફેબ્રુઆરી, બુધવાર અને ગુરુવારના દિવસે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અનેક ભક્તજનોના ઉપસ્થિત રહેશે.
આ અવસરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રી સોમેશ્વર મહાદેવનું ષોડષોપચાર પૂજન તથા એકાદશદ્રવ્યોથી રુદ્રાભિષેક તથા અર્ચના, ત્રિંશતિ લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ, નૃત્ય-શિવલીલા, શ્રી સોમેશ્વર મહાદેવનું લઘુન્યાસ સહિત મહાપૂજન, એકાદશદ્રવ્ય રુદ્રાભિષેક, અર્ચના તથા આરતી, મહા આરતી, દ્વિતીય પ્રહર પૂજન, તૃતીય પ્રહર પૂજન, ચતુર્થ પ્રહર પૂજન, પ્રસાદ વિતરણ, ફળાહાર વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે એસ.એન.કે સ્કૂલનાં સંગીત શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા 25 ફેબ્રુઆરીએ સાંજે 7 થી 8:30 દરમિયાન નૃત્ય સંધ્યા અને 26 મી ફેબ્રુઆરીએ સાંજે સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી ભજન સંધ્યાનું નું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ ટી.જી.ઈ.એસ, ગેલેક્સી એજ્યુકેશન સીસ્ટમ દ્વારા ‘ભાવાંજલિ – શિવ મહિમા’ ગાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ તમામ કાર્યક્રમો શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે 25 અને 26 ફેબ્રુઆરી, આખા દિવસ દરમિયાન, સવારે 6:30 વાગ્યાથી લઈને વ્હેલી સવારે 5 વાગ્યા સુધી યોજવામાં આવ્યા છે. સમગ્ર મહોત્સવ દરમિયાન પ. પૂ ડો. પરમાત્માનંદ સરસ્વતીજીની નિશ્રા પ્રાપ્ત થશે.
ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર
આવતીકાલ તા.26ના બુધવારે મહાશિવરાત્રી નિમિતે હર સાલની માફક આ વર્ષે પણ ઔશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર પર સાંજના 6.30 થી 8 દરમ્યાન શિવતાંડવ ધ્યાન, શિવ કિર્તન તથા સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.ઉપરોકત મહાશિવરાત્રિ નિમિતે યોજેલ કાર્યક્રમના સહુભાગી થવા ઔશો સન્યાસી પ્રેમી મીત્રોને સ્વામિ સત્ય પ્રકારો હાર્દિક અનુરોધ કરેલ છે.
મહાશિવરાત્રિ મહોત્સવના આયોજનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે 4 વૈદવાડી, ડીમાર્ટ પાછળ રાજકોટ મો.94272 54276 તથા ઔશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક રાજુભાઈ ફુલવાળાની બાજુમાં શકિત કૌલૌની શેરી નં.2 રાજકોટ મો.81999 33418 ખાતે કરવામાં આવેલ છે.
પુનિત સદ્ગુરુ ભજન મંડળ
પુનિત સદ્ગુરૂ ભજન મંડળ તા.26 રાત્રે 9.30 થી 12 સંતપુનિતના તથા મહાદેવજીના ભજનો તથા રાત્રે 12.00 મહાઆરતી શ્રી નિદોર્ષાનંદજી સ્વામી શિષ્ય પરિવાર દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન તા.26 સવારે 8 થી 12 સિવીલ હોસ્પિટલના લાભાર્થે થયેલ છે. બંન્ને કાર્યક્રમનું સ્થળ રામેશ્વર મહાદેવ મંદિર સિવીલ હોસ્પિટલ ઈમરજન્સી વિયાગ પાસે રાખેલ છે.
બંધુભાવ પૂજન તથા શિવ આરાધના
સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટ તથા રીબડા ગુરુકુળ દ્વારા આવીતકાલે તા.26ના બુધવારે મહાશિવરાત્રી નિમિતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે એસ.જી.વી.પી. ના સદસ્યથી શાસ્ત્રી શ્રી માધવ પ્રિયદાસજી સ્વામીના સાંનિધ્યમાં વંદુભાવ પૂજન તથા શિવ આરાધનાનું આયોજન કરવામાં આવેલ છે. કાલે સાંજે 7 વાગે સદશ્રી પ્રેમાનંદ સ્વામી ભાવપૂજન તથા બંધુ મહિમા સભા રાત્રે 8.45 કલાકે શયન આરતી, ફળાહાર તથા દેવ ઉત્સવ મંડળ દ્વારા રાત્રે નવ વાગે શિવ આરાધના થશે.
મહાશિવરાત્રીમાં શિવલિંગ પર કયા અભિષેકથી શું લાભ મળે?
રાજકોટ તા.25
આવતીકાલે મહાશિવરાત્રી છે. જીવને શિવમાં પરોવવાનો દિવસ છે. અહીં ચાર પ્રહરના શુભ સમયની યાદી આપી છે.
દિવસના ચાર પ્રહરનો શુભ સમય
* પહેલો પ્રહર સવારે 7.12થી 10.06
* બીજો પ્રહર સવારે 10.06થી 1.00
* ત્રીજો પ્રહર બપોરે 1.00થી 3.54
* ચોથો પ્રહણ સાંજે 3.54થી 6.48
રાત્રીના ચાર પ્રહણના શુભ સમયની યાદી
* પ્રથમ પ્રહર રાત્રે 6.48થી 9.54
* બીજો પ્રહણ રાત્રે 9.54થી 1.00
* ત્રીજો પ્રહર રાત્રે 1.00થી 4.06
* ચોથો પ્રહણ વહેલી સવારે 4.06થી 7.12
અભિષેક
(1) શિવલિંગ ઉપર દૂધ-ચડાવાથી સૌભાગ્ય અને શાંતીની પ્રાપ્તી થાય છે.
(2) શિવલિંગ ઉપર સાકરવાળુ પાણી ચડાવાથી બુધ્ધિ શકિતમાં વધારો થાય છે અને કલેશ દુર થાય છે.
(3) કાળાતલ: શિવલિંગ ઉપર કાળા તલ ચડાવાથી શની-રાહુની પીડા દુર થાય છે અને સર્વ મનોકામના સિધ્ધ થાય છે.
(4) શિવલિંગ ઉપર મધ ચડાવાથી પાપોનો નાશ થાય છે. અને નવગ્રહ શાંતી થાય છે.
(5) શિવલિંગ ઉપર શેરડીનો રસ ચડાવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તી થાય છે.
(6) શિવલિંગ ઉપર ચોખા ચડાવાથી સંતાનની પ્રાપ્તી થાય છે.
(7) શિવલિંગ ઉપર ઘી ચડાવવાથી રાજયોગની પ્રાપ્તી થાય છે.
(8) સૌથી વધારે શ્રેષ્ઠ છે શિવલિંગ ઉપર જલ ચડાવવું શિવલિંગ ઉપર જળ ચડાવાથી માનસિક તથા શારીરિક શાંતીની પ્રાપ્તી થાય છે.
(9) આયુષ્ય વધારવા માટે શિવલિંગ ઉપર દુર્વાથી અભિષેક કરવો.
(10) સત્રુને દુર કરવા માટે શિવલિંગ ઉપર સરસવના તેલથી અભિષેક કરવો ઉત્તમ છે.
(11) ધન પ્રાપ્તી માટે બીલીપત્રથી અભિષેક કરવો એટલે કે બીલી પત્ર ચડાવવા.
શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન)