મને લાગે છે કે ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરી રહ્યો છે,Ganguly

Share:

New Delhi,તા.૨૨

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રિષભ પંતની અવગણના પર મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઋષભ પંત કરતા કેએલ રાહુલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ આઇસીસી ટૂર્નામેન્ટ માટે કે એલ રાહુલને પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્‌સમેન બનાવ્યો છે, જેના કારણે રિષભ પંતને બહાર બેસવું પડ્યું છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારત ખૂબ જ મજબૂત ટીમ છે, ખાસ કરીને બેટિંગમાં. રિષભ પંત ઘણો સારો ખેલાડી છે, પરંતુ કેએલ રાહુલનો વનડેમાં શાનદાર રેકોર્ડ છે. એટલા માટે મને લાગે છે કે ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરી રહ્યો છે. આ બેમાંથી એકને પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણ કે બંને શાનદાર ખેલાડી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી લેગ સ્પિન રમવાની નબળાઈને દૂર કરવામાં સફળ રહેશે અને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવતા સૌરવ ગાંગુલીએ કહ્યું, ભારત પાસે એવા બેટ્‌સમેન છે જે છઠ્ઠા નંબર સુધી સદી ફટકારી શકે છે અને મેચ જીતી શકે છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, ’જો અક્ષર પટેલ નંબર પાંચ પર બેટિંગ કરવા આવે છે તો તે ભારતીય બેટિંગની ઊંડાઈ દર્શાવે છે. ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, કારણ કે અમારી પાસે તેના માટે યોગ્ય સિસ્ટમ છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું, ઈંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં અભિષેક શર્માએ જે રીતે બેટિંગ કરી તે ડાબોડી બેટ્‌સમેન માટે અવિશ્વસનીય હતી. તે વનડે ક્રિકેટ ન રમી શકે તેનું કોઈ કારણ જણાતું નથી. અભિષેક શર્મા જેવો બેટ્‌સમેન દુનિયાની કોઈપણ ટીમમાં જગ્યા બનાવી શકે છે.

સૌરવ ગાંગુલીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત આઇસીસી સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે પોતાનો ઉત્તમ રેકોર્ડ જાળવી રાખશે. આ બંને ટીમો વચ્ચે રવિવારે દુબઈમાં મેચ રમાશે. તેમણે કહ્યું, ભારત મર્યાદિત ઓવરોની ખૂબ જ મજબૂત ટીમ છે. પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ દર્શાવે છે કે ભારત લાંબા સમયથી તેના પર પ્રભુત્વ ધરાવે છે. ભારત માત્ર પાકિસ્તાન સામે જીતવા માટે પ્રબળ દાવેદાર નથી, પરંતુ તે ટૂર્નામેન્ટ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *