શહેરના હુડકો ક્વાટરમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટએ ધંધાના વિકાસ માટે રૂ. ૨,૦૬,૧૯૦ લીધેલી રકમ પરત કરવા આપેલો ચેક રીટર્ન કેસમા આરોપી સાગરભાઈને ૯ માસની સાદી કેદ તથા ચેક મુજબની રકમ વાર્ષિક ૬% ના વ્યાજ સાથે જ્યોતિબેન બગલને ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલો છે. કેસની વિગત મુજબ શહેરના હુડકો ક્વાટર સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટએ વૃંદાવન સોસાયટીમાં રહેતા જ્યોતિબેન બગલ પાસેથી તા. ૧૯/૧૦/૨૦૨૧ ના રોજ નોટરી રૂબરૂ પ્રોમીસરી નોટ કમ સમજુતી કરાર કરી, રૂ. ૨,૦૬,૧૯૦ માસિક રૂ. ૩,૦૦૦ ના હપ્તેથી સંબંધના દાવે મેળવેલી અને ઉપરોક્ત રકમ મેળવ્યા બાદ કટકે કટકે રૂ. ૪૨,૦૦૦ ચૂકવેલી હતી.બાદ હપ્તા ચૂકવવાનું બંધ કરતા બાકી રહેતી રકમનો ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહુ ચેક વગર વસુલાતે પરત ફરતા ફરિયાદીએ તેમના વકીલ હર્ષિલ પી. શાહ મારફત લીગલ નોટીસ મોકલાવેલી તેમ છતાં આરોપીએ રકમ પરત ન આપતા ફરિયાદીએ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અંતર્ગત ફરિયાદ દાખલ કરેલી જેથી કોર્ટ દ્વારા આરોપીને સમન્સ કાઢી હાજર થવા હુકમ કરવામાં આવેલો હતો. કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટને ૯ માસની સાદી કેસની સજા અને ચેક મુજબની રકમ ૩૦ દિવસમાં ૬% ના વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવાનો અન્યથા વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં ફરિયાદી જ્યોતિબેન બગલ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા તથા સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.
Rajkot :ચેક રીટર્ન કેસમા આરોપીને ૯ માસની સાદી કેદ

ચેક મુજબની રકમ રૂ. ૨,૦૬ લાખ વાર્ષિક ૬% ના વ્યાજ સાથે ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ
Rajkot,તા.22