મને હળવાશથી ના લેશો,જેને જે સમજવું હોય તે સમજેઃShinde

Share:

મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર રચાયા પછીથી શિંદે અને ફડણવીસ વચ્ચે સમયાંતરે ટકરાવના અહેવાલો સાંપડે છે

Maharashtra, તા.૨૨

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વનું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધું છે. એકનાથ શિંદેએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે કોઈ પણ તેમને હળવાશ લે નહીં અને જેને જે સમજવું હોય, એ સમજી લે.મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર રચાયા પછીથી શિંદે અને ફડણવીસ વચ્ચે સમયાંતરે ટકરાવના અહેવાલો સાંપડે છે. શિંદે કેટલીયવાર મહત્વપૂર્ણ કાર્યક્રમો છોડીને પોતાના પૈતૃક ગામ જતા રહે છે. જેના કારણે પ્રશ્નો ઉઠવા માંડ્યા હતા કે એનડીએ સરકારમાં કોઈને કોઈ બાબતને લઈને મતભેદો છે. બીએમસીએ તેમના રૂ.૧૪૦૦ કરોડના ટેન્ડર રદ કર્યા ત્યારે શિંદેને ઝાટકો લાગ્યો હતો. આ ઘટનાક્રમની વચ્ચે શિંદેએ નિવેદનમાં કહ્યું કે તેમને હળવાશથી લેવા જોઈએ નહીં. શિંદેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું છે કે જેમણે મને હળવાશથી લીધો છે, હું બાલા સાહેબ ઠાકરે અને દિઘે સાહેબનો કાર્યકર છું અને એમ સમજીને મને મૂલવવો જોઈએ. જ્યારે મને હળવાશથી લીધો તો ૨૦૨૨માં સરકાર બદલી નાખી અને સામાન્ય લોકોની સરકાર લઈને આવ્યો. ડબલ એન્જિનની સરકાર ચાલી અને એ સમયે મેં કહ્યું હતું કે હું અને દેવેન્દ્ર ફડણવીસ ૨૦૦થી વધુ સીટ લઈને આવીશું અને ૨૩૨ સીટ આપી. એટલા માટે મને હળવાશથી ન લો, આ ઈશારો જેને સમજવાનો છે, એ સમજી લે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *