Dubai,તા.21
ભારતીય ક્રિકેટ ટીમે તેમની પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં, બાંગ્લાદેશ ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને 228 રન બનાવ્યાં હતાં.
જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ મેચમાં એક સમયે, એવું લાગતું હતું કે 100 રન પહેલાં બાંગ્લાદેશની ટીમ આઉટ થઈ જશે. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલની બોલ પર એક સરળ કેચ છોડી દીધો, જેનાં કારણે બાંગ્લાદેશ એક સરસ સ્કોર પર પહોંચ્યું અને અક્ષર પટેલે હેટ્રિક પણ ગુમાવી હતી. હવે અક્ષરે રોહિત વિશે એક મોટું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશની ઇનિંગ્સના 9 મી ઓવરમાં, અક્ષર પટેલે સતત 2 બોલમાં 2 વિકેટો લીધી હતી. ત્રીજા બોલ પર, અક્ષર પટેલને વિકેટ મળી હોત પણ કેપ્ટન રોહિત શર્માએ કેચ છોડી દીધો હતો, જેનાં કારણે અક્ષર હેટ્રિક ચૂકી ગયો હતો.
રોહિત આ કેચને છોડવાથી એટલો નિરાશ હતો કે તેણે ક્રોધમાં જમીનને માર મારવાનું શરૂ કર્યું હતું. આ પછી, તે અક્ષર પટેલની માફી માંગતો પણ જોવા મળ્યો હતો. રોહિત શર્માએ જકર અલીનો કેચ છોડી દીધો હતો.કેએલ રાહુલની હોશિયારીને કારણે અક્ષરને એક વિકેટ મળી હતી. જ્યાં તનજીદ હસનના બેટની ધાર બોલ પર લાગી અને કેએલ રાહુલની અપીલ પર તેને વિકેટ મળી હતી.
અક્ષરે આ અંગે કહ્યું કે ઘણું બન્યું હતું મને ખબર નહોતી કે તે આઉટ છે કે નહીં, પરંતુ કેએલએ અપીલ કરી અને તે આઉટ થયો. અક્ષરે કહ્યું કે, પછી મને બીજી વિકેટ મળી હતી તે પછી મને લાગ્યું કે મને હેટ્રિક મળી છે મેં ઉજવણી શરૂ કરી અને પછી મેં રોહિતને કેચ છોડતાં જોયો.
અક્ષરે કહ્યું કે, રોહિતના કેચ છોડવા પર મેં કોઈ જવાબ આપ્યો નહીં અને બસ પાછો આવી ગયો. તે રમતનો ભાગ છે. રમતમાં ઘણી વખત સરળ કેચ પણ ચુકી જવાય છે તો ઘણી વખત મુશ્કેલ કેચ પણ પકડાઈ જાય છે. અક્ષરે કહ્યું કે મને ખુશી છે કે ટીમ મારાં પર ખૂબ વિશ્વાસ કરે છે.