પ્રથમ જ મેચમાં હોસ્ટ તથા ડિફેન્ડિંગ ચેમ્પિયન Pakistan 60 રનથી હાર્યું

Share:

Dubai,તા.20

ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પાકિસ્તાનને 60 રને હરાવીને જીત સાથે કરી હતી. રસપ્રદ વાત એ છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન ચાર વખત એકબીજા સામે ટકરાયા છે.

જેમાં કિવી ટીમે ચારેય મેચ જીતી છે. આ ટીમનો પાકિસ્તાન સામે ચોથો વિજય છે. આ પહેલા ટીમે 2000 (04 વિકેટ), 2006 (51 રન) અને 2009 (05 વિકેટ) માં પાકિસ્તાનને હરાવ્યું હતું.

કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, ન્યૂઝીલેન્ડે ટોમ લાથમ અને વિલ યંગની સદીઓની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા. જવાબમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનની આખી ટીમ 47.2 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ અને બાબર આઝમે અડધી સદી ફટકારી હતી પરંતુ તે ટીમને વિજય અપાવવા માટે પૂરતી નહોતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી નહોતી અને તેણે 69 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી. બાબર આઝમે 90 બોલમાં 64 રન બનાવ્યા, પરંતુ તેની ઇનિંગ્સ ઘણી ધીમી હતી જેના કારણે બેટ્સમેન પર રન રેટ વધારવાનું દબાણ વધ્યું. ખુશદિલે અંતમાં કેટલાક શોટ ફટકાર્યા પરંતુ 49 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા બાદ આઉટ થયો.

પાકિસ્તાન તરફથી બાબર અને ખુશદિલ ઉપરાંત સલમાન આગાએ 24 રન, સઉદ શકીલે 6, મોહમ્મદ રિઝવાને 3, તૈયદ તાહિરે 1, શાહીન આફ્રિદીએ 14, નસીમ શાહે 13 અને હરિસ રૌફે 19 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનર અને વિલિયમ ઓ’રોર્કે ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે મેટ હેનરીએ બે અને માઈકલ બ્રેસવેલ અને નાથન સ્મિથે એક-એક વિકેટ લીધી.અને ગ્લેન ફિલિપ્સની અડધી સદીની મદદથી પાકિસ્તાન માટે પડકારજનક લક્ષ્ય રાખ્યું હતું . યંગે લેથમ સાથે મળીને ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને સ્થિર બનાવી. યંગ 113 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવીને આઉટ થયો હતો.

જ્યારે ટોમ લાથમ 104 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 118 રન બનાવીને અણનમ રહ્યો હતો. ફિલિપ્સે પણ ફિફ્ટી ફટકારવામાં સફળતા મેળવી અને 39 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર નસીમ શાહ અને હરિસ રૌફે બે-બે વિકેટ લીધી, જ્યારે સ્પિનર અબરાર અહેમદે એક વિકેટ લીધી.321 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 22 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. અહીંથી બાબર આઝમ અને ફખર ઝમાને ખૂબ જ ધીમી ઇનિંગ્સ રમી. બાબરે 90 બોલમાં 64 રન અને ફખરે 41 બોલમાં 24 રન બનાવ્યા. બંનેની ધીમી ઇનિંગ્સને કારણે ટીમ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ઘણી પાછળ રહી ગઈ, આ હારનું મુખ્ય કારણ બન્યું.

ગ્લેન ફિલિપ્સએ રિઝવાનનો અદભુત ફ્લાઇંગ કેચ પકડ્યો. 9.5 ઓવરમાં રૂર્કેની બોલિંગ પર પોઈન્ટ પર ઉભો ગ્લેન ફિલિપ્સએ જબરદસ્ત કેચ પકડી રિઝવાનને માત્ર 3 રનમાં પેવેલિયન ભેગો કરી દિધો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *