Rajkot: નામચીન શખ્સની પાસા હેઠળ અટકાયત

Share:
પોલીસ હોવાની ખોટી ઓળખ આપી પૈસા પડાવવા તેમજ ચોરી સહિત 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો
Rajkot,તા.19
શહેરમાં પોલીસ હોવાની ઓળખ આપવી બળજબરી થી પૈસા પડાવી લેવા અને ચોરી સહિત 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન સલીમ ઉર્ફે જીગો ઠેબા સામે પાસાનું શસ્ત્ર ઉગામી થોરાળા પોલીસ મથકના સ્ટાફે વોરંટ ની બજવણી કરી ભુજ જેલમાં ધકેલવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદા અને વ્યવસ્થા જળવાઈ તેમજ  વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા  પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સૂચનાને પગલે ઇ – ગૂજકોપ પ્રોજેક્ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરતા જેમાં મૂળ ચોટીલા ના ચામુંડા નગરમાં વતની અને હાલ શહેરના દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ આકાશદીપ સોસાયટીમાં રહેતો સલીમ ઉર્ફે જીગો ગફાર ઠેબા નામના શખ્સ ગુનાહિત ઇતિહાસ તપાસતા  શહેરના 10 પોલીસ મથકના ચોપડે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી બળજબરથી પૈસા પડાવવા તેમજ ચોરીના ગુનામાં ચડી ચૂકેલો  હોવાથી પીસીબી દ્વારા કરવામાં આવેલી પાસા ની દરખાસ્તને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ મંજૂરીની મોર મારતા જે વોરંટની થોરાળા પોલીસ મથકના પીઆઇ એનજી વાઘેલા અને પીએસઆઇ એમ એસ મહેશ્વરી સહિતના સ્ટાફે વોરંટની બેજવણી કરી સલીમ ઉર્ફે જીગો ઠેબા ને  અટકાયત કરી ભુજની જેલમાં ધકેલવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *