સૌથી મોઘી અભિનેત્રી Deepika, ફિલ્મ દીઠ લે છે ૩૦ કરોડ

Share:

ગયા વર્ષે ૨૦૨૪માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી

Mumbai, તા.૧૯

બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે.દેશની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણનું નામ નોંધાયેલું છે. એક રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે ૧૫-૩૦ કરોડ રૂપિયા લે છે. ગયા વર્ષે ૨૦૨૪માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી.આ ટોપ-૧૦ લિસ્ટમાં કંગના રનૌતનું નામ બીજા નંબર પર છે. કહેવાય છે કે તે એક ફિલ્મ માટે ૧૫ થી ૨૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે અભિનેત્રીનો અત્યારે બોક્સ ઓફિસ પર સારો સમય નથી ચાલી રહ્યો. છેલ્લા ૧૦ વર્ષમાં તેની ૧૧ ફિલ્મો ફ્લોપ થઈ છે.બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાનું કરિયર અને ઈન્ડસ્ટ્રીમાં તેનું કદ બંને ખૂબ જ વધી ગયું છે. તે હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. જો કે, ૨૦૨૪ની ફોર્બ્સની યાદી અનુસાર, તે ભારતમાં એક ફિલ્મ માટે ૧૫ થી ૨૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે આગામી સમયમાં મહેશ બાબુ સાથે એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.ગયા વર્ષે ‘મેરી ક્રિસમસ’ અને તે પહેલા ૨૦૨૩માં ‘ટાઈગર ૩’માં જોવા મળેલી કેટરીના કૈફનું નામ પણ આ યાદીમાં છે. તે પ્રિયંકા ચોપરા જેટલી જ એક ફિલ્મ માટે લગભગ ૧૫-૨૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *