New Zealand team ચેમ્પિયન્સ ટ્રોફી માટેની મોટી દાવેદાર

Share:

New Delhi,તા.17
આઇસીસી ઇવેન્ટ્સમાં સામાન્ય રીતે ‘છુપિ રૂસ્તમ’ તરીકે ઉતરતી ન્યુઝિલેન્ડ ટીમનું તાજેતરનું ફોર્મ, તેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ માટે સૌથી મોટો દાવેદાર બનાવે છે. આજુ વખતે કીવી ટીમ દાવેદાર તરીકે ઉતરશે.

ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે પાકિસ્તાનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટ્રાઇ સેરીઝમાં ન્યુઝિલેન્ડની ટીમે જીત મેળવી અને મજબૂત તૈયારીઓનો સંદેશ આપ્યો છે.

કીવી ટીમ છેલ્લાં વનડે વર્લ્ડ કપથી અદભૂત લયમાં ચાલી રહી છે. તેમણે ભારતમાં યોજાયેલાં 2023 વનડે વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનમાં ટ્રાઇ સિરીઝમાં, ન્યુઝીલેન્ડની ટીમે અજેય રહેતાં જીતી મેળવી હતી.

બેટિંગમાં સારું પ્રદર્શન
વર્ષ 2019 પછી, પાકિસ્તાનમાં ન્યુઝીલેન્ડની ટીમે અન્ય કોઈપણ વિદેશી ટીમ કરતાં સૌથી વધુ મેચ રમ્યાં છે. ટીમનાં કેપ્ટન મિશેલ સેન્ટનર બેટિંગમાં આઠમાં ક્રમે આવે છે, જો તેમની પ્લેઈંગ ઈલેવનમાં રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલ્સ આવે છે તો તેમની પાસે આઠ બોલરો પણ હોઈ શકે છે, તેઓ 2023 વનડેમાં સારું પ્રદર્શન કર્યું હતું.

કેટલાક પેસરો ઈજાગ્રસ્ત
ન્યુઝીલેન્ડ પાસે આ ટૂર્નામેન્ટ માટે કોઈ મોટા સ્પિનર નહીં હોય, પરંતુ તેમની ફિંગર સ્પિન ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર, માઇકલ બ્રેસવેલ અને ગ્લેન ફિલિપ્સ ટીમને સંતુલન પૂરું પાડે છે. જેમાંથી બ્રેસવેલ અને સેન્ટનર પાવરપ્લેમાં બોલિંગ કરી શકે છે.

જોકે ફાસ્ટ બોલિંગ વિભાગ થોડું નબળું લાગી રહ્યું છે.  લોકી ફર્ગ્યુસન ઈજામાંથી પુનરાગમન કરશે. પેસર બેન સીયર્સ હેમસ્ટ્રિંગની ઇજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *