Mumbai,
વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ’છાવા’ એ રીલીઝના પહેલાં દિવસે કમાણીના ઘણાં રેકોર્ડ તોડી નાખ્યાં છે. શુક્રવારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 30 કરોડથી વધુની કમાણી કરી હતી, જે અપેક્ષા કરતાં વધુ સારી શરૂઆત હતી.
આ સાથે જ આ ફિલ્મે વિક્કી કૌશલની રિલીઝના દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અગાઉ વિક્કીની ફિલ્મ બેડ ન્યૂઝ અને ઉરીએ ઓપનિંગ દિવસે 8 કરોડ 20 લાખથી વધુની કમાણી કરી હતી. ચાલો આપણે જાણીએ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર કયાં રેકોર્ડ્સ તોડ્યાં છે.
વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર
લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ’છાવા’ આ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. અગાઉ આ રેકોર્ડ અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સના નામે હતો, જેને ઓપનિંગ ડે પર 15.30 કરોડનો બિઝનેસ કર્યો હતો.
પરંતુ છાવાએ આ રેકોર્ડને 100 ટકાથી વધુ માર્જિનથી તોડી નાખ્યો છે. કમાણીના આંકડા અને ક્રિટિક્સના રિવ્યૂઝને જોતાં સ્પષ્ટ છે કે પહેલાં વીકેન્ડમાં જ આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે. ક્રિટિક્સ અને મેકર્સ બંનેએ આ ફિલ્મની પ્રશંસા કરી છે
વેલેન્ટાઇન વીકની સૌથી મોટી ઓપનર
વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો આ ફિલ્મ ટોચ પર છે. આ પહેલાં વેલેન્ટાઇન વીકમાં સૌથી મોટી રિલીઝ ’ગલી બોય’ હતી, જેણે ઓપનિંગ ડે પર 19.40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
વિક્કી કૌશલની આ ફિલ્મ તેનાથી લગભગ 60 ટકા માર્જિનથી આગળ છે. છત્રપતિ શિવાજી મહારાજનાં પુત્ર સંભાજી મહારાજનાં જીવન પર આધારિત આ ફિલ્મ રિલીઝ પહેલાં જ થોડી વિવાદમાં હતી, પરંતુ લોકો હવે આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ભારતમાં છાવાની પ્રથમ દિવસની કમાણી
સકનીલ્કના રીપોર્ટ અનુસાર વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવાએ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 31 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ કોઇમોઇએ પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે છાવાના પહેલાં દિવસે કમાણીની સંખ્યા 32 થી 34 કરોડની વચ્ચે રહેશે.
મેકર્સ ટૂંક સમયમાં જ ફિલ્મની કમાણીના ઓફિશિયલ આંકડા પણ જાહેર કરશે, પરંતુ આ દરમિયાન એ વાત નક્કી છે કે ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 32 કરોડ રૂપિયાથી વધુનું હતું.
આ વર્ષે બોક્સ ઓફિસ પર બેડએસ રવિકુમાર, દેવા, લવયાપ્પા, ફતેહ અને સ્કાઈ ફોર્સ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે અને છાવાથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી.