Morbiતા.10
મકનસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવ મામલે પતિ અને જેઠ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
કચ્છના રાપર તાલુકાના દેવસર ગામના ભગવાનજીભાઈ મૂળાજીભાઈ દવેએ આરોપી કિશન મુળાજી દવે અને હામથાજી મુળાજી દવે રહે બંને પ્રેમજીનગર મકનસર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી રસીલા ઉર્ફે જયશ્રીને પતિ કિશને અવારનવાર અસહ્ય માનસિક શારીરિક દુખ ત્રાસ આપી ઢીકા પાટું માર માર્યો હતો અને જેઠ હમથાજીએ દીકરી સાથે ઝઘડો કરી ઢીકા પાટું માર મારી મરવા મજબુર કર્યા હતા જેથી દીકરી જયશ્રીએ પતિ અને જેઠના ત્રાસથી કંટાળી જઈને ગત તા. ૦૭ ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે