Cricket Teams જ ભારે ટ્રાફિકજામમાં ફસાઈ જતા મેચ મોડો કરવો પડયો

Share:

New Delhi,તા.10
ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 મેચમાં ભારે ટ્રાફિકને કારણે શનિવારે મિનોઝ યુએસએ અને નામિબીઆ વચ્ચેની મેચ ટૂંકી કરવામાં આવી હતી.  મેચને 43-ઓવરની કરવામાં આવી હતી કારણ કે બંને ટીમો સમયસર ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી શકી ન હતી. આ વિલંબ મસ્કતમાં આયર્નમેન રેસને કારણે થયો હતો જેને અનેક રસ્તાઓ બંધ કર્યા હતાં. એક્સ પર યુએસએ ક્રિકેટે કહ્યું કે ભારે ટ્રાફિકને કારણે મેચ વિલંબિત થયો છે. 

જો કે, યુ.એસ. સ્થિત પત્રકારોએ જાહેર કર્યું કે રેસને કારણે ભારે ટ્રાફિકને કારણે મેચ વિલંબિત થયો છે.  તેમણે એ પણ જાહેર કર્યું કે ઘણાં માર્ગો, જ્યાંથી બંને ટીમો સ્ટેડિયમ પહોંચવાની હતી, તે બંધ હોવાથી આ વિલંબ થયો છે.

એક વ્યક્તિએ એક્સ પર યુએસએની પોસ્ટ પર કમેન્ટ કરી અને કહ્યું કે દેખીતી રીતે, બંને ટીમો ગ્રાઉન્ડ પર પહોંચી શકી નહીં કારણ કે મસ્કતમાં મેરેથોન આયર્નમેન રોડ રેસના કારણે યુએસએ અને નમિબીઆ ટીમ બસો દ્વારા લેવામાં આવતા માર્ગો સહિતનાં માર્ગો બંધ છે. 

વિલંબ પછી, નમિબીઆએ ટોસ જીત્યો અને યુએસએને મસ્કતમાં પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. યુએસએએ 50 ઓવરમાં 293/8  કર્યા જેનાં જવાબમાં, નમિબીઆને 179 રન જ બનાવી શકયું જેથી યુએસએ 114 રનથી મેચ જીત્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *