Rohit Sharma ની 16 મહિના બાદ વન ડેમાં 32મી સદી

Share:

Cuttack,તા.10

 ઇંગ્લેન્ડ સાથેની વનડે સિરીઝની બીજી મેચમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ લગભગ 16 મહિના પછી વનડે કારકિર્દીની 32 મી સદી ફટકારી છે. 76 બોલમાં સદી પૂર્ણ કરનાર રોહિત, 21 ઓક્ટોબર, 2023 પછી પહેલી વાર વનડેમાં એક સદી ફટકારી છે. 

તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મેચોમાં 8 માર્ચ 2024 પછી આ રોહિતની પ્રથમ સદી હતી.  49.5 ઓવરમાં ઇંગ્લેન્ડને 304 રન માટે આઉટ કર્યા પછી, ભારતીય ટીમે લક્ષ્યાંકનો પીછો કર્યા પછી, 44.3 ઓવરમાં 6 વિકેટમાં 308 રન કરી મેચ જીતી હતી. ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી છે. 

રોહિતે સચિનને પાછળ છોડી દીધો
રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ઓપનર બન્યો છે. તેમણે દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને પાછળ છોડી દીધાં છે. રોહિતે 343 મેચોમાં 15404 રન બનાવ્યાં છે. જયારે સચિનને 346 મેચમાં 15335 રન બનાવ્યાં છે. હાલમાં સહેવાગ રોહિતેથી આગળ છે. સેહવાગે 332 મેચમાં 26119 રન બનાવ્યાં છે.

રવિન્દ્ર જાડેજા, હરભજન સિંહથી આગળ 
સ્પિનર રવિન્દ્ર જાડેજા ઘરેલું જમીન પર સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. રવિન્દ્રે 81 મેચોમાં 29.52 ની સરેરાશ અને 4.79 ની ઈકોનોમી સાથે 117 વિકેટ લીધી છે.

તેમણે હરભજન સિંહની 114 ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હવે રવિન્દ્ર ફક્ત અનિલ કુંબલેની 90 મેચમાં 126 વિકેટના રેકોર્ડથી પાછળ છે. રવિન્દ્રે ઇંગ્લેન્ડ સામે 45 વિકેટ લીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *