South Africa માં ભરૂચના ૩ યુવાનોના મોત નિપજયાં,પરિવારમાં શોક છવાઇ ગયો

Share:

Bharuch,તા.૮

 ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવાનો અને યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર એક મિનિબસ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કારમાં અચાનક આગ લાગી ગઈ અને ભરૂચના ત્રણ યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા.

ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ  રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કારમાં અન્ય ત્રણ યુવાનો સાથેકામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે કાર ધડાકાભેર ભટકાય હતી.અકસ્માત બાદ કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

જોકે કારમાં અન્ય યુવાનો પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે અને આ યુવાનો લન ભરૂચ જિલ્લાના જ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *