Dubai,તા.06
ભારતીય ઓપનર અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની નવીનતમ ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને ગયાં છે. બુધવારે આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી રેન્કિંગમાં અભિષેકે 38 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે.
વરૂણ ચક્રવર્તી બોલિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાનોનો ફાયદો થયો છે અને પાંચમાથી બીજા સ્થાને પહોંચ્યાં છે. અન્ય એક ભારતીય બેટ્સમેન તિલક વર્માએ એક સ્થાન ગુમાવ્યું છે. તે નવી રેરંકિંગ્સમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ગયો છે.
એશ્લેના હાથમાં કમાન
ગુજરાત જાયન્ટ્સે આગામી વિમિન્સ પ્રીમિયર લીગ માટે તેમની ટીમની કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરની નિમણૂક કરી છે. આ 27 વર્ષીય ખેલાડીએ બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી વેથ મૂનીની જગ્યા લીધી છે.
વિમિસ પ્રીમિયર લીગ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ વિમિસ પ્રીમિયર લીગની પ્રથમ બે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી.