New Delhi,તા.06
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુ સમાજ એકીકૃત થાય ત્યારે જ વિકાસ કરી શકે છે. તેમણે તમામ હિન્દુઓને તેમની જાતિ, પ્રદેશ અથવા ભાષાથી અલગ ન થવા કહ્યુ છે. કેરળનાં એક હિન્દુ ધાર્મિક પરિષદનાં ભાગ રૂપે આયોજિત હિન્દુ એકતા સંમેલનમાં ભાગવતે કહ્યું કે, એકીકૃત સમાજ ખીલી ઉઠે છે, જ્યારે ખંડિત સમાજ કરમાઇ જાય છે.
તેમણે કહ્યું કે, હિન્દુ હોવું એ એક સ્વભાવ છે, જેમાં લોકો શિક્ષાનો ઉપયોગ જ્ઞાન વધારવા માટે કરે છે, ધનનો ઉપયોગ દાન માટે અને શક્તિનો ઉપયોગ નબળા લોકોની મદદ માટે કરે છે.
ભાગવતે કહ્યું કે, હિન્દુ ધર્મમાં કોઈ શ્રેષ્ઠ અથવા નિમ્ન નથી. જાતિઓ અને અસ્પૃશ્યતા માટે કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, જો બધાં હિન્દુઓ એક થઈ જાય, તો વિશ્વને તેનો ફાયદો થશે. તેમણે એક થવાની રીતો સુચવી જેમાં પોતાની જાતને ઓળખવી અને બધાં સાથે સમાન રીતે વર્તવું અને પર્યાવરણની રક્ષા કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે, પર્યાવરણની રક્ષા માટે નીતિગત ફેરફારોમાં સમય લાગશે, પરંતુ લોકો ત્રણ નાનાં કાર્યો કરીને પર્યાવરણ બચાવી શકે છે. તેમણે કહ્યું કે જો લોકો પાણી બચાવે છે, ઝાડ રોપે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરે તો ઘણી હદ સુધી પર્યાવરણની રક્ષા થશે .
કુટુંબમાં સંસ્કારના મહત્વ વિશે ચર્ચા કરો
આરએસએસ વડાએ પરિવારોમાં સંસ્કારોના મહત્વ પર ચર્ચા કરવા કહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, સંસ્કારોની ચર્ચા કરવાથી ડ્રગ્સના વ્યસનની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરી શકે છે તેમણે કહ્યું, કેમ કે આપણાં યુવાનોને ડ્રગ્સના વ્યસની શા માટે છે ?
આ એટલાં માટે છે કારણ કે ઘરમાં કોઈ સંસ્કાર નથી. તેમણે કહ્યું, જો બધાં લોકો એકીકૃત રીતે કામ કરે છે, તો હિન્દુ એકતા પ્રાપ્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે, આખું વિશ્વ ભારતનાં માર્ગદર્શનની રાહ જોઈ રહ્યું છે.