કરીમ આગા ખાન ૨૦ વર્ષની ઉંમરે ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા બન્યા હતા
Portugal, તા.૫
પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાન ૈંફ નું અવસાન થયું છે. તેઓ વિશ્વભરમાં ફેલાયેલા લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા હતા. તેમણે મંગળવારે લિસ્બન (પોર્ટુગલ) માં ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમને માત્ર ૨૦ વર્ષની ઉંમરે ઇસ્માઇલી મુસ્લિમોના ૪૯માં ઇમામ અને આધ્યાત્મિક નેતા બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાનું આખું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા હોવા ઉપરાંત, તેમણે અબજો ડોલરની મદદથી વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો અને શાળાઓ બનાવવા જેવા પરોપકારી કાર્યો દ્વારા પણ પોતાની ઓળખ બનાવી હતી.
પ્રિન્સ કરીમ અલ-હુસેની આગા ખાન ૈંફ ના પરિવારને ઇસ્લામના પયગંબર મુહમ્મદના વંશજ માનવામાં આવે છે. તેઓ પયગંબર મુહમ્મદની પુત્રી હઝરત બીબી ફાતિમા અને પયગંબર સાહેબના પિતરાઈ ભાઈ અને જમાઈ હઝરત અલી, ઇસ્લામના ચોથા ખલીફા અને પ્રથમ શિયા ઇમામના વંશજ હતા. તેઓ પ્રિન્સ અલી ખાનના મોટા પુત્ર અને સ્વર્ગસ્થ સર સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજાના પૌત્ર અને ઇમામના પદના વારસદાર હતા.
ગુજરાતમાં, આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, ભારત (છદ્ભઇજીઁ,ૈં) ૨૮૦થી વધુ ગામડાંઓમાં કાર્યરત છે. તેમણે વિશેષ રૂપે, મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવામાં આવી રહી છે. ૨૦૧૫માં ભારત સરકારે તેઓને સામાજિક યોગદાન માટે ’પદ્મ વિભૂષણ’થી સન્માનિત કર્યા, જે તેમની સેવાઓની મહાનતા દર્શાવે છે. આર્કીટેકચર ક્ષેત્રે, ૧૯૯૨માં અમદાવાદની એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ઈડ્ઢૈં)ને આગા ખાન એવાર્ડ ફોર આર્કિટેક્ચર દ્વારા સન્માનિત કરવામાં આવી, જે ભારતીય આર્કિટેક્ચરને મળેલું મહત્વનું સન્માન છે.
૧૯૫૭માં જ્યારે તેમના દાદાએ તેમના પુત્ર અલી ખાનને પાછળ છોડીને રાજકુમાર કરીમ આગા ખાનને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા, ત્યારે તેઓ માત્ર ૨૦ વર્ષના હતા. આધ્યાત્મિક નેતૃત્વ માટે તેમને નોમિનેટ કરતી વખતે, એવું કહેવામાં આવ્યું હતું કે, આ જવાબદારી એવા યુવાન વ્યક્તિને સોંપવી જોઈએ જે નવા વિચારો વચ્ચે મોટો થયો હોય. પ્રિન્સ કરીમ આગા ખાન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા, ત્યારે તેમને આધ્યાત્મિક નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું.
પ્રિન્સ કરીમ આગા ખાન ૈંફ એ તેમના સમગ્ર જીવન દરમિયાન ભાર મૂક્યો કે, ઇસ્લામ એક ચિંતનશીલ, આધ્યાત્મિક વિશ્વાસ છે જે કરુણા અને સહિષ્ણુતા શીખવે છે અને માનવજાતના ગૌરવને જાળવી રાખે છે. તેમણે પોતાનું જીવન તેમના સમુદાય અને તેઓ જે દેશોમાં રહે છે, ત્યાંના લોકોની રહેવાની સ્થિતિ સુધારવા માટે સમર્પિત કર્યું, પછી ભલે તેઓ કોઈ પણ જાતિ, લિંગ, જાતિ કે ધર્મના હોય. પ્રિન્સ આગા ખાન ૈંફ એ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની સ્થાપના કરી હતી. આ નેટવર્ક દ્વારા ૯૬,૦૦૦ લોકો રોજગારી મેળવે છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક આરોગ્યસંભાળ, શિક્ષણ, રહેઠાણ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનું કાર્ય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને તાજિકિસ્તાન સહિત ઘણા દેશોમાં ફેલાયેલું છે.
ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના લોકો ૨૫ થી વધુ દેશોમાં રહે છે. તેઓ મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઇસ્માઇલી મુસ્લિમો સૌપ્રથમ ૯૫૦ વર્ષ પહેલાં અફઘાનિસ્તાનના ખૈબર પ્રાંતથી સિંધ પ્રાંતમાં આવ્યા હતા અને પછી ભારતમાં પહોંચ્યા હતા. હાલમાં, વિશ્વભરમાં ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયની વસ્તી લગભગ ૧.૫ કરોડ છે. ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના લોકો મુસ્લિમોના અન્ય સંપ્રદાયોથી અલગ છે.
ઇસ્માઇલી મુસ્લિમો અલગ અલગ નામોથી ઓળખાય છે. તેમને ખોજા મુસ્લિમ, આગાખાની મુસ્લિમ અને નિઝારી મુસ્લિમ પણ કહેવામાં આવે છે. તેઓ દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરતા નથી. ઇસ્માઇલી મુસ્લિમો જ્યાં ઇબાદત કરે છે તે સ્થળને જમાતખાના કહેવામાં આવે છે. જ્યાં પુરુષો સાથે મહિલાઓ પણ ઇબાદત કરે છે. ઇસ્માઇલી મુસ્લિમો રમઝાનના આખા મહિના દરમિયાન રોઝા રાખતા નથી. તેઓ માને છે કે, દરેક દિવસ ખુદાનો છે. તેઓ હજ પર પણ જતા નથી. ઇસ્માઇલી મુસ્લિમો રાજકીય વિવાદોથી પોતાને દૂર રાખે છે.