ઘરવાળા લગ્ન ન કરાવતા 45 વર્ષની વ્યક્તિએRailway Track પર સૂઈ ગયો

Share:

Uttar Pradesh,તા.05

યુપીના ઈટાવામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 45 વર્ષીય વ્યક્તિ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, તેનું કારણ એ છે કે તેના પરિવારના સભ્યો તેના લગ્ન નથી કરાવતાં. એટલે દુઃખી થઈ આ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે રેલવે  ટ્રેક પર સૂઈ ગયો હતો. સામેથી ટ્રેન આવી રહી હતી તો પણ આ વ્યક્તિ પાટા પરથી ખસ્યો નહિ. જો કે, આ વ્યક્તિ નસીબ સારુ હતું કે, ટ્રેનના લોકો પાયલટનું ધ્યાન જતા તેમણે  સમયસર ટ્રેનની બ્રેક લગાવી દીધી. અને તેનો જીવ બચાવી લીધો.

તે પછી લોકોએ ટ્રેનમાંથી નીચે ઉતરી આ વ્યક્તિને પાટા પરથી ઉઠાવીને સાઈડમાં લઈ ગયા અને તેને આત્મહત્યા કરવાનું કારણ પૂછ્યું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે આત્મહત્યાનું કારણ જણાવતા કહ્યું કે, “હું હવે જીવવા નથી માંગતો, કારણ કે મારા લગ્ન નથી થઈ રહ્યા. મારા પરિવારના લોકો જાણી જોઈને મારા લગ્ન નથી કરાવી રહ્યા. જીવનસાથી ન હોવાના કારણે મને રાત્રે ઉંઘ નથી આવતી. મારી વધતી ઉંમર સાથે એકલવાયું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.”

લગ્ન ન થતાં હોવાથી રામમિલન ટ્રેન નીચે પડતું મુક્યું

આ ઘટના ઇટાવાના ભરથાણા રેલ્વે સ્ટેશનના પૂર્વીય ક્રોસિંગ 20B નજીક અપ લાઇન પરની છે. વિગતો પ્રમાણે  આત્મહત્યાની કોશિશ કરનાર વ્યક્તિનું નામ રામમિલન છે અને તેની ઉંમર 45 વર્ષ છે. રવિવારે સાંજે લગભગ ચાર વાગ્યે રામમિલન ટ્રેનના પાટા પર આડો સુઈ ગયો હતો. આ દરમિયાન ટ્રેન નંબર 15483 સુપર ફાસ્ટ મહાનંદા એક્સપ્રેસના લોકો પાયલટે તેને દૂરથી પાટા પર પડેલો જોયો, ત્યારે પહેલા હોર્ન વગાડીને તેને દૂર ખસી જવાની ચેતવણી આપી. આ પછી પણ રામમિલન ત્યાંથી ખસ્યા નહીં. તેથી લોકો પાયલટે ટ્રેન રોકીને તેને  જીવ બચાવ્યો હતો. જો કે, ઈમરજન્સી બ્રેકના મારવાના કારણે ટ્રેન બંધ થઈ ગયા બાદ રોકતાં રોકતા રામમિલન ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો. જેના કારણે તેને થોડી ઈજાઓ પહોંચી હતી.

નાની મોટી ઈજા પહોંચતાં રામમિલનને હોસ્પિટલ પહોંચાડ્યો

રામમિલનને નાની મોટી ઈજા પહોંચતા લોકો પાયલોટ, આરપીએફ અને જીઆરપીના જવાનો તેમજ રાહદારીઓના સહયોગથી તેને સારવાર માટે ભરથાણા સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરપીએફ જવાન રવેન્દ્ર પાલ સિંહ અને સત્યવીર સિંહે ઘાયલ રામ મિલનના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરી અને તેમને જિલ્લા હોસ્પિટલમાં બોલાવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *